Western Times News

Gujarati News

સની-બોબી અને તે એકબીજાનું ખૂબ જ સન્માન કરે છે: ઈશા

મુંબઈ, આજે ભાઈ-બહેનના પર્વ રક્ષાબંધનની ઉજવણી થઈ રહી છે. આ દિવસે બહેન ભાઈને રાખડી બાંધીને રક્ષાનું વચન લે છે. આ તહેવાર બધા લોકો ભાવભેર ઉજવે છે. બોલિવુડમાં પણ રક્ષાબંધનની ઉજવણી થાય છે. સારા અલી ખાન – ઇબ્રાહિમ અલી ખાનથી લઈ અર્જુન કપૂર-અંશુલા કપૂર સહિતના સ્ટાર કીડ્‌સ આ તહેવારની ઉજવણી કરે છે.

ત્યારે ઈશા દેઓલે પણ સની અને બોબી દેઓલ સાથે બોન્ડિંગ અંગે વાત કરી છે. તેણે કહ્યું છે કે, સની-બોબી અને તે એકબીજાનું ખૂબ જ સન્માન કરે છે. વર્તમાન સમયે ગદર-૨ ખૂબ જ સફળ જઈ રહી છે. બોક્સ ઓફિસ પર તે રેકોર્ડ તોડી રહી છે. ત્યારે તાજેતરમાં ઈશા દેઓલે ગદર-૨ની સ્ક્રીનિંગ રાખી હતી. જેમાં સની દેઓલ, બોબી દેઓલ તેમજ તેની બહેન અહાના દેઓલ પણ સામેલ થઈ હતી. સની અને બોબી ધર્મેન્દ્રની પહેલી પત્ની પ્રકાશ કૌરના પુત્રો છે.

ઈશા અને અહાના બીજી પત્ની હેમા માલિનીની પુત્રીઓ છે. આ રીતે એશા દેઓલ અને અહાના દેઓલ સનીની સાવકી બહેનો છે. જેથી દેઓલ પરિવારના સભ્યો વચ્ચેના સંબંધો ઘણી વાતો વહેતી રહે છે. ત્યારે રક્ષાબંધન પહેલા ઈશા દેઓલે પોતાના અને સની-બોબીના બોન્ડિંગ વિશે વાત કરી છે. ઈશાએ કહ્યું હતું કે સની-બોબી અને તે એકબીજાનું ખૂબ જ સન્માન કરે છે.

સંબંધો અંગે એશા દેઓલે કહ્યું હતું કે, લોકો તેના અને સની-બોબીના બોન્ડ વિશે જાણવા માંગતા હોવા છતાં તેની સ્પષ્ટતા કરવાની જરૂર નથી. તેણે કહ્યું કે, તે બાળપણથી જ સની દેઓલ અને બોબી દેઓલને રાખડી બાંધતી આવી છે. તેણે એમ પણ કહ્યું હતું કે બધા વચ્ચે સારું બોન્ડિંગ છે.

ગદર-૨એ અત્યાર સુધીના ૪૬૦ કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું છે. ગત ૧૧ ઓગસ્ટે આ ફિલ્મ રિલીઝ થઈ હતી અને હજી પણ થીયેટરમાં ચાલી રહી છે. ગદર-૨ એ દંગલ, દ્ભય્હ્લ અને બાહુબલી સહિત ઘણી સફળ ફિલ્મોના રેકોર્ડ તોડી નાંખ્યા છે. તે સૌથી ઝડપથી કમાણી કરનારી ત્રીજી બોલિવૂડ ફિલ્મ બની ગઈ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.