૨૫ વર્ષથી ડબ્બાબંધ છે સની દેઓલ-ઐશ્વર્યા રાયની ફિલ્મ

મુંબઈ, બોલિવુડમાં દર વર્ષે કોઈને કોઈ નવી જાેડી જાેવા મળે છે. કેટલીક જાેડી હિટ જાય છે તો કેટલીકની વચ્ચે ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી જામતી નથી. પરંતુ બોલિવુડમાં આજે પણ કેટલાય એવા હીરો અને હીરોઈને છે જેઓ વર્ષોથી ઈન્ડસ્ટ્રીમાં હોવા છતાં ક્યારેય સાથે કામ નથી કર્યું.
આમાંથી જ એક છે ઐશ્વર્યા રાય અને સની દેઓલની જાેડી. જાેકે, ૨૫ વર્ષ પહેલા સની દેઓલ અને ઐશ્વર્યા રાયે સાથે એક ફિલ્મ સાઈન કરી હતી. બંનેએ ફિલ્મના ગીત ઉપરાંત કેટલાક ભાગનું શૂટિંગ પણ કર્યું હતું. કમનસીબે આ ફિલ્મ ક્યારેય રિલીઝ જ ના થઈ શકી.
સની દેઓલ અને ઐશ્વર્યા રાયની આ ડબ્બાબંધ ફિલ્મનું નામ ‘ઈન્ડિયન’ હતું, જે ૧૯૯૭મા. આ ફિલ્મના ડાયરેક્ટર પદમ કુમાર હતા. જ્યારે પહલાજ નિહલાની ફિલ્મ પ્રોડ્યુસ કરી રહ્યા હતા. આ ફિલ્મને બનાવવામાં સાડા ચાર કરોડ રૂપિયા ખર્ચાયા હતા. ફિલ્મમાં સની દેઓલ અને ઐશ્વર્યા રાય પર એક ગીત પણ ફિલ્માવાયું હતું. જેના માટે મેકર્સે ૧.૭૫ કરોડ રૂપિયા ખર્ચાયા હોવાના અહેવાલ છે.
ફિલ્મના ગીતમાં ઐશ્વર્યા રાય અને સની દેઓલ વચ્ચે કેટલાક બોલ્ડ સીન પણ હતા. મેકર્સ ઉપરાંત સની અને ઐશ્વર્યાને પણ આ ફિલ્મથી ખૂબ અપેક્ષા હતી પરંતુ કોઈ કારણોસર ફિલ્મ ડબ્બાબંધ થઈ હતી. ફિલ્મ સંપૂર્ણપણે બની ના શકી અને રિલીઝ પણ ના થઈ.
આ પાછળનું સાચું કારણ તો મેકર્સને જ ખબર છે પરંતુ કહેવાય છે કે, એ વખતને ધ્યાનમાં રાખતાં ફિલ્મનું બજેટ ખૂબ વધી ગયું હતું અને આ જ કારણે મેકર્સને ફિલ્મ બંધ કરવી પડી હતી.
એટલે જ દર્શકો ક્યારેય સની દેઓલ અને ઐશ્વર્યા રાયને ક્યારેય એકસાથે પડદા પર ના જાેઈ શક્યા. બાદમાં ઐશ્વર્યાએ પોતાના કરિયરમાં ક્યારેય સની દેઓલ સાથે કામ ના કર્યું. સની દેઓલ ઐશ્વર્યા સાથે ફિલ્મ ‘ઈન્ડિયન’માં કામ ના કરી શક્યો પરંતુ આ જ નામે ૨૦૦૧માં ફિલ્મ બની અને તેમાં શિલ્પા શેટ્ટીને લેવામાં આવી હતી.
માત્ર ઐશ્વર્યા જ નહીં ૯૦ના દશકાની કેટલીય હીરોઈનોએ સની દેઓલ સાથે કામ કરવાનો ઈનકાર કર્યો હતો. આ વાતનો ખુલાસો એક્ટરે એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કર્યો હતો. સની દેઓલે જણાવ્યું હતું કે, જ્યારે ‘ઘાયલ’ માટે શ્રીદેવીનો સંપર્ક કરવામાં આવ્યો તો તેણે ઓફર નકારી દીધી હતી. બાદમાં ફિલ્મમાં મીનાક્ષી શેષાદ્રીને લેવાઈ હતી.SS1MS