ગદર-2 ના સેટ પરથી સની દેઓલ-અમીષા પટેલનો વીડિયો વાઈરલ

મુંબઈ, અનિલ શર્મા ડાયરેક્ટેડ ફિલ્મ ગદર ૨ આ વર્ષે ૧૧ ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે. સકીના ઉર્ફે અમીષા પટેલ અને તારાસિંહ ઉર્ફે સની દેઓલ અત્યારે આ ફિલ્મના છેલ્લા સેગમેન્ટની શૂટિંગમાં વ્યસ્ત છે. શૂટિંગ દરમિયાન બંનેને ચંદીગઢમાં સ્પોટ કરવામાં આવ્યા હતા, જ્યાંનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. Sunny Deol-Amisha Patel’s video from the sets of Gadar-2 goes viral
આમાં બંને કંઈક વાતચીત કરતા દેખાઈ રહ્યા છે. તેમના ફેન્સને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. અમીષા પટેલ અને સની દેઓલ સ્ટારર ફિલ્મ ગદર એક પ્રેમ કથા ૧૫ જૂન ૨૦૦૧માં રિલીઝ થઈ હતી. ત્યારે હવે ૨૨ વર્ષ પછી આ ફિલ્મનો બીજાે ભાગ બનવા જઈ રહ્યો છે, પરંતુ આ પહેલાં તેનો પહેલો ભાગ ૯ જૂને ડોલ્બી એટમોસ સાઉન્ડમાં રિલીઝ થશે. આ ફિલ્મ વર્ષ ૧૯૭૧માં થયેલા ભારત પાકિસ્તાનના ભાગલા પર આધારિત હતી. તે દરમિયાન અનેક નિર્દોષોને ર્નિદયતાથી મારી નાખવામાં આવ્યા હતા.
આ ફિલ્મ તેની પર જ બનાવવામાં આવી હતી. અત્યારે તો બંને કલાકાર ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. ત્યારે સની દેઓલ અને અમીષા પટેલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં સની દેઓલ લીલા રંગની હૂડી, જિન્સ, ટોપી અને ચશ્મા સાથે દેખાઈ રહ્યો છે.
જ્યારે અમીષા પટેલ શોર્ટ અને પિન્ક ટીશર્ટમાં જાેવા મળી રહી છે. તે સનીને કંઈક કહી રહી છે, જેને અભિનેતા ધ્યાનથી સાંભળી રહ્યો છે અને હસી રહ્યો છે. આ વીડિયો પર ફેન્સ કમેન્ટ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું હતું કે, તારા કહી રહ્યો છે અરે સક્કુ તુ ઘણી બદલાઈ ગઈ છે. જ્યારે એક યૂઝરે કહ્યું આ બંને સાથે કેટલા ક્યૂટ દેખાઈ રહ્યા છે. એકે તો એવું પૂછ્યું કે, સકીનાના વાળ ક્યાં ગયા? એકે લખ્યું હતું કે, સકીના તું પાકિસ્તાન જઈને બદલાઈ ગઈ.SS1MS