Western Times News

Gujarati News

પીઠમાં ઈજા થતાં સની દેઓલ સારવાર માટે US પહોંચ્યા

રાષ્ટ્રપતિના શપથમાં હાજર ન રહ્યા-સપ્તાહ પહેલાં થયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપવા પણ અભિનેતા હાજર ન રહેતા ભારે ટીકા થઈ હતી

મુંબઈ,  બોલિવુડના એક્ટર અને સાંસદ સની દેઓલની તબિયત ખરાબ થઈ છે. તેઓ અમેરિકામાં પોતાની સારવાર કરાવી રહ્યા છે. સની દેઓલના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે, થોડા મહિના પહેલા તેમના અપકમિંગ પ્રોજેક્ટનું શૂટિંગ કરતી તેમને પીઠમાં ઈજા પહોંચી હતી. એક અઠવાડિયા માટે તેમણે મુંબઈમાં સારવાર લીધી હતી  અને ત્યારબાદ આગળની ટ્રીટમેન્ટ માટે અમેરિકા ગયા હતા.

તેમની ઈજાના કારણે સની દેઓલ, જેઓ પંજાબના ગુરદાસપુરથી લોકસભાન સાંસદ છે, તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના શપથ સમારોહમાં હાજરી આપી શક્યા નહોતા. ‘શૂટ દરમિયાન સની દેઓલને પીઠમાં ઈજા થઈ હતી. પહેલા તેમની મુંબઈમાં સારવાર ચાલી રહી હતી અને બાદમાં બે અઠવાડિયા પહેલા અમેરિકા ગયા હતા’.

‘રાષ્ટ્રપતિની ચૂંટણી આ દરમિયાન જ થઈ હતી. હજી સુધી સારવાર ન થઈ હોવાથી તેઓ દેશમાં નહોતા. સંપૂર્ણ રીતે રિકવર થયા બાદ જ તેઓ ભારત પાછા આવશે’, તેમ પ્રવક્તાએ જણાવ્યું હતું. આશરે એક અઠવાડિયા પહેલા નવા રાષ્ટ્રપતિના પદ માટેની ચૂંટણી યોજાઈ હતી.

જેમાં સની દેઓલે મત ન આપી શકતાં તેમની ખૂબ ટીકા થઈ હતી. તેમના સંસદ ક્ષેત્રમાં પણ ઉપલબ્ધ ન રહેવાના કારણે તેઓ ઘણીવાર ચર્ચામાં રહે છે. સની દેઓલ સિવાય, પંજાબના ફરીદકોટના સાંસદ મુહમ્મદ સહીદ પણ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સામેલ થયા નહોતા. તેમણે ચૂંટણીમાં મત આપ્યો નહોતો.

એક દિવસ પહેલા જ સની દેઓલે પિતા ધર્મેન્દ્ર અને નાના ભાઈ બોબી દેઓલ સાથેની તસવીર તેમના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી હતી. આ સાથે લખ્યું હતું ‘ખુશીએ પ્રેમ આપવો અને પ્રેમ મેળવવો છે, આ જ જીવન છે’. બોબીએ પોસ્ટ પર કોમેન્ટ કરતાં ‘લવ યુ’ લખ્યું હતું.

વર્ક ફ્રંટની વાત કરીએ તો, ૬૫ વર્ષીય એક્ટર સની દેઓલ પૂજા ભટ્ટ અને દુલકર સલમાન સાથે આર બાલ્કીની ફિલ્મ ‘ચૂપ’માં જાેવા મળશે. આ સિવાય તેની પાસે ફિલ્મ ‘સૂર્યા’ છે. રિપોર્ટ્‌સ પ્રમાણે, તે મલાયમ ક્રાઈમ થ્રિલર ‘જાેશેફ’ની હિંદી રિેક છે. એપ્રિલ મહિનામાં ફિલ્મમાંથી તેમનો ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યો હતો. તેમણે હાલમાં જ ‘ગદર ૨’નું શૂટિંગ પૂરું કર્યું હતું, જેમાં ૨૧ વર્ષ બાદ ફરીથી તેઓ અમિષા પટેલ સાથે સ્ક્રીન શેર કરતાં દેખાશે. ઉપરાંત ‘અપને ૨’ પણ તેમની જાેળી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.