IFFI ૨૦૨૩ના મંચ પર ભાવુક થયા સની દેઓલ
મુંબઈ, આ વર્ષે ઓગસ્ટ મહિનામાં સની દેઓલની ફિલ્મ ગદર ૨એ ધૂમ મચાવી દીધી હતી. આ સમય સની માટે ખાસ રહ્યો હતો. સનીને પોતાની પ્રતિભા અનુસાર કામ મળ્યુ નહીં અને કરિયરમાં અનેક પ્રકારના ખરાબ ફેઝનો સામનો કર્યો. કદાચ આ કારણે IFFI ૨૦૨૩ ના એક સેશન દરમિયાન સની ઇમોશન્સ પર કંટ્રોલ કરી શક્યા નહીં અને ભરી સભામાં રડી પડ્યા.
સની દેઓલને રડતા જાેઇને ત્યાં બેઠેલા દરેક લોકો ગદર ૨ માટે ચીયર કરવાનું શરૂ કરી દીધુ. ગોવામાં ચાલી રહેલા ૫૪માં International Film Festival of Indiaના એક સેશન દરમિયાન સની દેઓલે પોતાના દિલની વાત શેર કરી. સેશન દરમિયાન રાજકુમાર સંતોષીએ કહ્યું કે..’મને લાગે છે કે સનીની પ્રતિભા સાથે ઇન્ડસ્ટ્રીને ન્યાય કર્યો નથી પરંતુ ભગવાને કરી દીધો..’સંતોષીની આ વાત સાંભળીને સની પોતાના આંસુ રોકી શક્યા નહીં અને રડી પડ્યા. સનીનું કહેવુ હતુ કે હું ખરેખર લકી છું.
હું બહુ ઇમોશનલ થઇ જવું છુ એ મારો મોટો પ્રોબ્લેમ છે. હું બહુ નસીબદાર છુ કે મને રાહુલ રવૈલ જેવી ફિલ્મકારની ફિલ્મ બેતાબથી શરૂઆત કરવાનો મોકો મળ્યો, જેમને મને કરિયરની ત્રણ હિટ ફિલ્મો આપી જેમાં અર્જુન, બેતાબ અને સમંદર. સની આગળ પોતાની વાત રજૂ કરતા જણાવે છે કે..ઘણાં કામ કરે છે અને ઘણાં નહીં, પરંતુ આજે પણ લોકો મારી ફિલ્મોને યાદ રાખે છે.
હું અહીંયા મારી ફિલ્મોને કારણે ઉભો છું. મારી સ્ટ્રગલ ત્યારે શરૂ થઇ જ્યારે મને સારી સ્ક્રિપ્ટ્સ મળી નહીં અને કંઇક સારું પણ થઇ રહ્યું હતુ નહીં. મેં હંમેશા આગળ વધવાનો પ્રયાસ કર્યો. મેં ફિલ્મ દુનિયા જાેઇન કરી કારણકે હું એક્ટર બનવા ઇચ્છતો હતો. ગદર ફિલ્મની ભારે સફળતા પછી મને સારા કામ માટે સ્ટ્રગલ કરવી પડી.SS1MS