ફિલ્મ ‘જાટ’ના ટેલર લોંચની ઇવેન્ટમાં સની દેઓલ ફરી ફોર્મમાં

મુંબઈ, સની દેઓલની ફિલ્મ ‘જાટ’ના ટેલર લોંચની ઇવેન્ટ સોમવારે મુંબઈ ખાતે યોજાઈ હતી. જેમાં સન્નીએ દેઓલ પરિવારને લાંબા સમય પછી મળેલી સફળતા અને તેમના જીવનના નવા તબક્કા વિશે વાત કરી હતી.
૬૭ વર્ષના સની દેઓલે કહ્યું કે તે આટલા કામ અને આ સમયની જ રાહ જોતો હતો.આ બાબતે સનીએ ભાઈ બાબીની સફળતા અને તેના પિતા ધર્મેન્દ્રના જીવનમાં આવેલા નવા તબક્કાની પણ વાત કરી હતી. સની દેઓલે કહ્યું કે આખરે ઇન્ડસ્ટ્રીએ તેમના પ્રયત્નોની નોંધ લીધી હતી.
સની દેઓલે કહ્યું, “મને નથી લાગતું, તેનાથી મારું પ્રેશર વધ્યું હોય. આખરે એ સમય આવી ગયો છે. અમે આ સમયની બહુ રાહ જોઈ છે. આ સફળતા જોઈને અમે હંમેશા ભૂતકાળમાં પહોંચી જઈએ છીએ. અમારો પરિવાર આવો જ રહ્યો છે અને અમે આવા જ છીએ. આને જ કહેવાય તમે મહેનત કરો અને સમય ક્યારે આવશે, ખબર નહીં.
તમે બસ લડતા રહો, હટશો નહીં.”સનીએ તેની આવનારી ફિલ્મ વિશે પણ વાત કરી હતી, જોકે, તેણે ફિલ્મ વિશે વધુ માહિતી જાહેર કરી નહોતી. તે રામાયણ અને બોર્ડર ૨માં કામ કરી રહ્યો છે, પરંતુ સનીએ તે અંગે મૌન જાળવી રાખ્યું હતું, માત્ર એટલું જ કહ્યું કે તે કૅરિઅરના સારા તબક્કામાં છે.
સનીએ કહ્યું, “હાલ હું માત્ર જાટ વિશે જ વાત કરી શકીશ. હું ઘણી ફિલ્મમાં કામ કરી રહ્યો છું. હું નસીબદાર છું કે હું આ બધી ફિલ્મને બનતી જોઉં છું. હું મારા માટે આ પ્રકારની ફિલ્મ બને તેની લાંબા સમયથી રાહ જોતો હતો. મારા માટે ગદ્દર ૨થી આ પડાવની શરૂઆત થઈ છે.
હવે હું જાટ કરી રહ્યો છું. જ્યારે આ ફિલ્મનો સમય આવશે, ત્યારે તેના વિશે વાત કરીશ .” જાટમાં સન્ની સાથે વિનિતકુમાર સિંઘ અને રણદીપ હુડા પણ છે.SS1MS