Western Times News

Gujarati News

સની દેઓલ ગદર-૨ના પ્રમોશન માટે પાકિસ્તાન બોર્ડર પહોંચ્યો 

હિંદુસ્તાન જિંદાબાદના નારા લાગ્યા

આ ફિલ્મ ૧૧ ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે, પરંતુ તેના ૧૦ દિવસ પહેલા જ તેનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે

મુંબઈ, 
બોલિવૂડ એક્ટર સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ગદર ૨ આવતા અઠવાડિયે ૧૧ ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મની રિલીઝ પહેલા સની દેઓલ પાકિસ્તાન બોર્ડર પર પહોંચ્યો હતો જ્યાં તેણે આપણા દેશના જવાનોની જ નહીં પરંતુ તનોટ માતાના મંદિરની મુલાકાત પણ લીધી હતી. આ અવસરે પાકિસ્તાન બોર્ડર પર ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ હે, ઝિંદાબાદ થા ઓર ઝિંદાબાદ રહેગા’ના નારા ગૂંજી ઉઠ્‌યા હતા.Sunny Deol reached the Pakistan border for the promotion of Gadar-2

૨૨ વર્ષ બાદ સની દેઓલ અને અમીષા પટેલ ફરી એકવાર મોટા પડદા પર બોર્ડર પારની સ્ટોરી લઈને આવી રહ્યા છે. સની દેઓલ પોતાની આગામી ફિલ્મના પ્રમોશન માટે BSF જવાનોને મળવા માટે રાજસ્થાન પહોંચ્યો હતો. કલાકારો હાલમાં આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે અને તેમણે ભારતીય સૈનિકો સાથે ખૂબ જ મસ્તી કરી હતી. અહીં અભિનેતાએ ભારતીય સૈનિકો સાથે વાતચીત કરી અને તેની જૂની ફિલ્મ ‘બોર્ડર’ના કિસ્સાઓ પણ યાદ કર્યા. સની દેઓલે BSF જવાનો સાથે પંજાે પણ લડાવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Sunny Deol (@iamsunnydeol)


જેની તસવીરો અને વીડિયો અત્યારે ખૂબ જ ચર્ચામાં છે. જવાનોએ સની દેઓલ સાથે ખૂબ એન્ટરટેઈન કર્યું અને તેમણે એક્ટર માટે એક ગીત પણ ગાયું, જેને સાંભળીને તે ડાન્સ કરવા લાગ્યો. સની દેઓલ ગદર ૨ના પ્રમોશન માટે રાજસ્થાનના લોંગેવાલા પહોંચ્યો હતો. સનીએ આ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કર્યા છે. વીડિયોમાં સની દેઓલ નવી ટેક્નોલોજીની ગન સાથે જાેવા મળી રહ્યો છે અને એક ઓફિસર તેને તેના વિશે માહિતી આપતા જાેવા મળી રહ્યા છે.

સનીએ માતાના મંદિરનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે કે જેમાં તે દેવીના દર્શન કરતો જાેવા મળી રહ્યો છે. તેણે આ સૈનિકોને પોતાનો પરિવાર જણાવ્યો અને લખ્યું કે તેમની સાથે સમય વિતાવ્યા બાદ તે દર્શન કરવા માટે મંદિર પહોંચ્યા હતા. અહીં નોંધનીય છે કે ૨૨ વર્ષ પછી ડિરેક્ટર અનિલ શર્મા ગદર ૨ ફિલ્મ લઈને આવી રહ્યા છે. આ ફિલ્મમાં ફરી એકવાર સની દેઓલ અને અમીષા પટેલની જાેડી જાેવા મળવાની છે. આ ફિલ્મ ૧૧ ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે, પરંતુ તેના ૧૦ દિવસ પહેલા જ તેનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે.ss1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.