સની દેઓલ, વરુણ ધવન અને અહાન શેટ્ટીએ ‘બોર્ડર ૨’નું શૂટ શરૂ કર્યું
મુંબઈ, ભારત-પાકિસ્તાનના યુદ્ધ પર આધારિત ફિલ્મ ‘બોર્ડર’ ૧૯૯૭માં રિલીઝ થઈ હતી. ક્લાસિક ફિલ્મ ગણાતી આ ફિલ્મની સિક્વલની જાહેરાત છેક ૨૦૨૪માં કરવામાં આવી હતી. પાછળથી સમયાંતરે આ ફિલ્મમાં સની દેઓલ ઉપરાંત વરુણ ધવન, દિલજિત દોસાંજ અને અહાન શેટ્ટી પણ જોડાયા છે.
જ્યારથી આ ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી જ આ ફિલ્મ અંગે દર્શકોમાં ભારે ઉત્સુકતા છે. હવે આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે. ૨૪ ડિસેમ્બરે ‘બોર્ડર ૨’નું શૂટિંગ શરૂ થયું છે. આ ફિલ્મના સોશિયલ મીડિયા પેજ પર આ અંગે જાહેરાત કરવામાં આવી છે.
જેમાં ‘બોર્ડર ૨’ લખેલું ક્લેપબોર્ડ દેખાય છે અને ફિલ્મ અંગેની માહિતી લખવામાં આવી હતી. આ સિવાય ક્લેપબોર્ડના બેકગ્રાઉન્ડમાં મિલિટરીની ટેંક્સ પણ જોવા મળે છે.આ તસવીર શેર કરતાં કૅપ્શનમાં લખ્યું છે, “બોર્ડર ૨ માટે કૅમેરા કામે લાગી ગયા છે! સની દેઓલ, વરુણ ધવન, દિલજિત દોસાંજ અને અહાન શેટ્ટીએ મોરચો સંભાળી લીધો છે. આ ફિલ્મનું ડિરેક્શન અનુરાગ સિંઘે કર્યું છે.
ભૂષણ કુમાર, જેપી દત્તા અને નિધિ દત્તાએ આ ફિલ્મ પ્રોડ્યુસ કરી છે. જેમાં પહેલાં ક્યારેય ન જોઈ હોય એવી એક્શન અને દેશભક્તિ જોવા મળશે.
૨૩ જાન્યુઆરી, ૨૦૨૬એ બોર્ડર ૨ જોવા તૈયાર થઈ જાઓ.”આ ફિલ્મ માટે આયુષ્યમાન ખુરાના અને સુનીલ શેટ્ટી જેવા કલાકારોએ પોસ્ટમાં કમેન્ટ કરીને ફિલ્મને સપોર્ટ કર્યાે છે. જ્યારે આ ફિલ્મના ફૅન્સ પણ પહેલી વખત વરુણ ધવન અને સની દેઓલને એક સાથે જોવા માટે ઉત્સુક છે. લોકો ભારતીય સિનેમાની સૌથી મોટી યુદ્ધ પરની ફિલ્મ ગણાવીને ઉત્સાહમાં આવી ગયા છે.SS1MS