રણબીર કપૂરની ‘રામાયણ’માં સની દેઓલ હનુમાન બનશે
મુંબઈ, સની દેઓલે માત્ર એ વાતની પુષ્ટિ કરી નથી કે તે રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’નો ભાગ છે, પરંતુ તેણે નીતિશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ વિશે પણ ખુલાસો કર્યાે છે. તેણે કહ્યું કે આ ફિલ્મ ‘અવતાર’ અને ‘પ્લેનેટ આૅફ ધ એપ્સ’ જેવી બનાવવામાં આવશે.
નિર્દેશક નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’ની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આમાં રણબીર કપૂર ભગવાન રામના રોલમાં જોવા મળશે. સાઈ પલ્લવી માતા સીતાના રોલમાં જોવા મળશે.
અહેવાલો સૂચવે છે કે કેજીએફના યશ રાવણની ભૂમિકા ભજવશે અને એવું અનુમાન કરવામાં આવી રહ્યું હતું કે સની દેઓલ રામભક્ત હનુમાનની ભૂમિકામાં જોવા મળશે. હવે આ અંગે અભિનેતાએ પોતાની પ્રતિક્રિયા આપી છે.સની દેઓલે સત્તાવાર રીતે ફિલ્મ ‘રામાયણ’માં તેની ભાગીદારીની પુષ્ટિ કરી છે.
તે મુંબઈની કેસી કોલેજમાં આયોજિત સ્ક્રીન લાઈવની ત્રીજી આવૃત્તિમાં ભાઈ બોબી દેઓલ સાથે જોવા મળ્યો હતો અને તેણે જાહેર કર્યું કે તે આ પ્રોજેક્ટનો એક ભાગ છે.આ ફિલ્મ વિશે વાત કરતાં સની દેઓલે કહ્યું, ‘રામાયણ એક લાંબો પ્રોજેક્ટ છે કારણ કે તેઓ તેને ‘અવતાર’ અને ‘પ્લેનેટ આૅફ ધ એપ્સ’ની જેમ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
તમામ ટેકનિશિયન તેનો ભાગ છે. લેખક અને દિગ્દર્શક સ્પષ્ટ છે કે તે કેવી રીતે બનાવવું જોઈએ અને પાત્રોને કેવી રીતે રજૂ કરવા જોઈએ.ઓમ રાઉતની ‘આદિપુરુષ’માં જે રીતે પરિસ્થિતિની આલોચના થઈ હતી, સની દેઓલે તેના ચાહકોને ખાતરી આપી છે કે આવી સ્પેશિયલ ઈફેક્ટ્સ જોવા મળશે જેનાથી એવું લાગશે કે આ ઘટના ખરેખર બની છે.
તેણે કહ્યું કે તે શાનદાર બનશે અને દરેકને તે ગમશે.‘રામાયણ’ના રિલીઝ વર્ષનું એલાન કરવામાં આવ્યું છે. તેનો પહેલો ભાગ ૨૦૨૬ની દિવાળી પર રિલીઝ થશે અને બીજો ભાગ ૨૦૨૭માં દિવાળી પર રિલીઝ થશે.
રણબીર કપૂરે પહેલા ભાગનું શૂટિંગ પૂરું કર્યું છે, અગાઉ રણબીર કપૂરે જેદ્દાહમાં આયોજિત રેડ સી ફિલ્મ ફેસ્ટિવલમાં કહ્યું હતું કે તેણે બે ભાગમાં બની રહેલી ‘રામાયણ’ના પહેલા ભાગનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. તેણે કહ્યું હતું કે, ‘તેના બે ભાગ છે. મેં પાર્ટ ૧નું શૂટિંગ પૂરું કરી લીધું છે અને ટૂંક સમયમાં ભાગ ૨નું શૂટિંગ શરૂ કરીશ.
હું એ વાર્તાનો ભાગ બનવા અને રામની ભૂમિકા ભજવવા બદલ ખૂબ આભારી છું. મારા માટે આ એક સપનું છે. આ એક એવી ફિલ્મ છે જેમાં બધું જ છે. તે ભારતીય સંસ્કૃતિ શું છે તે શીખવે છે.SS1MS