સની દેઓલ સુંદર કાંડ આધારિત ફિલ્મમાં હનુમાનજીનો રોલ કરશે
મુંબઈ, નિતેશ તિવારીની ‘રામાયણ’માં રણબીર કપૂર, સાઇ પલ્લવી, સની દેઓલ અને યશ મહત્વના રોલમાં હશે તે તો હવે જાહેર છે અને તેની કાગડોળે રાહ પણ જોવાઈ રહી છે. મેકર્સ દ્વારા આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ થશે અને તેની તારીખો પણ જાહેર કરી દેવાઈ છે.
આ પહેલાં એવાં પણ અહેવાલો હતા કે નિતેશ તિવારી એક હનુમાનજી પરની ટ્રાયોલોજી બનાવશે. જેમાં સની દિઓલ મુખ્ય રોલમાં હશે. ત્યારે હવે એવા અહેવાલો છે કે આ ફિલ્મ સુંદરકાંડ પર આધારિત હશે. મહર્ષિ વાલ્મિકી દ્વારા લખાયેલ સુંદર કાંડ એક મહાકાવ્ય છે, જેમાં ૨૪૦૦૦ શ્લોક છે.
રામાયણમાં ૫૦૦ પ્રકરણ એટલે કે સર્ગ છે અને તેના ૭ કાંડ છે, બાલ્ય કાંડ, અયોધ્યા કાંડ, અરણ્ય કાંડ, કિશ્કિંધા કાંડ, સુંદર કાંડ, યુદ્ધ કાંડ અને ઉત્તર કાંડ. આમાં સુંદર કાંડ રામાયણનું એકમાત્ર એવું પ્રકરણ છે, જેમાં ભગવાન રામ નહીં પણ હનુમાનજી મુખ્ય પાત્ર છે.
સુંદર કાંડમાં હનુમાનજીની લંકાની સફરની વાત છે, જેમાં તેમના પરાક્રમો, તેમની નિઃસ્વાર્થ, શક્તિ અને ભક્તિની વાત છે. જોકે, સુંદર કાંડને વાલ્મિકી રામાયણનું હૃદય ગણાવે છે. નિતિશ તિવારીની રામાયણનો પહેલો ભાગ દિવાળી ૨૦૨૬એ રિલીઝ થશે, જેમાં બાલ્ય કાંડ, અયોધ્યા કાંડ અને અરણ્ય કાંડ આધારિત વાર્તા હશે.
જ્યારે રામાયણ ફિલ્મનો બીજો ભાગ દિવાળી ૨૦૨૭માં રિલીઝ થશે, જેમાં કિષ્કિંધા કાંડ અને યુદ્ધ કાંડની કથા જોવા મળશે. અહેવાલો મુજબ આ ફિલ્મો આગળ વધે તો સની દેઓલની એકલી ફિલ્મ કદાચ રામાયણના પહેલા અને બીજા ભાગની વચ્ચે રિલીઝ થવાની શક્યતા છે.
જોકે, આ ત્રણ ભાગ એકબીજાથી જોડાયેલાં હશે. જોકે, આ અંગે સની દેઓલ કે નિતિશ તિવારી તરફથી કોઈ કન્ફર્મેશન આવ્યું નથી. પ્રભાસની ‘આદિપુરુષ’માંથી મળેલી નિષ્ફળતા બાદ નિતિશ તિવારીની રામાયણ પાસે દર્શકોને ઘણી અપેક્ષાઓ છે.SS1MS