સની દેઓલની ‘બોર્ડર-૨’ની રિલીઝ ડેટ જાહેર
મુંબઈ, સની દેઓલના ફેન્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે. અભિનેતાની આગામી ફિલ્મ બોર્ડર ૨નું શૂટિંગ શરૂ થઇ ગયું છે. મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે.બોર્ડર-૨, ૨૩ જાન્યુઆરીએ વર્ષે ૨૦૨૬માં સિનેમાઘરોમાં રિલીઝ થશે.
ફિલ્મ બોર્ડર ૨માં વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટી મેઈન રોલમાં છે. નિર્માતાઓએ ઇન્સ્ટાગ્રામ પર સેટ પરથી એક તસવીર શેર કરી છે.
આ ફિલ્મ જેપી દત્તાની ૧૯૯૭માં આવેલી ડ્રામા ફિલ્મ બોર્ડરની સિક્વલ હશે.ટી-સીરીઝે લખ્યું બોર્ડર ૨ માટે કેમેરા ચાલુ છે સની દેઓલ, વરુણ ધવન , દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટી આ ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મનું નિર્માણ દિગ્ગજ કલાકારો ભૂષણ કુમાર, જેપી દત્તા અને નિધિ દ્વારા કરવામાં આવ્યું છે.
અહેવાલ અનુસાર બોર્ડર-૨ દેશભક્તિ પર આધારિત ફિલ્મ છે.સપ્ટેમ્બરમાં સની દેઓલે ૧૯૯૭ની બ્લોકબસ્ટરની ૨૭મી રિલીઝ એનિવર્સરી પર બોર્ડરની સિક્વલની જાહેરાત કરી હતી. સનીએ લખ્યું છે કે એક ફૌજી ફરીથી પોતાનું ૨૭ વર્ષ જૂનું વચન પૂર્ણ કરવા આવી રહ્યો છે.
ભારતની સૌથી મોટી વોર ફિલ્મ બોર્ડર-૨ ૧૯૭૧ના ભારત-પાકિસ્તાનના યુદ્ધ પર આધારિત છે.ફિલ્મ બોર્ડરમાં સની દેઓલ સાથે સુનીલ શેટ્ટી, જેકી શ્રોફ, અક્ષય ખન્ના, સુદેશ બેરી અને પુનિત ઇસારે અભિનય કર્યાે હતો. કુલભૂષણ ખરબંદા, તબુ, રાખી, પૂજા ભટ્ટ અને શરબાની મુખર્જી પણ આ ફિલ્મનો ભાગ હતા. હવે આ ફિલ્મની સિક્વલમાં અનેક નવા કલાકારો જોડાયા છે.SS1MS