Katrina Kaif દિયર સની કૌશલની બેસ્ટફ્રેન્ડ બની ગઈ છે

મુંબઈ, કેટરીના કૈફે વિકી કૌશલ સાથે ડિસેમ્બર ૨૦૨૧માં રાજસ્થાનમાં શાહી અંદાજમાં લગ્ન કર્યા હતા. આ પ્રસંગે પરિવારના સભ્યો તેમજ અંગત મિત્રોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું.Sunny Kaushal Katrina Kaif
કપલના લગ્નને એક વર્ષ જેટલો સમય થઈ ગયો છે અને એકદમ અલગ જ સંસ્કૃતિમાંથી આવતી હોવા છતાં એક્ટ્રેસ પતિના પરિવારના દરેક સભ્યો સાથે સારી રીતે ભળી ગઈ છે. તેની સાબિતી આપતી ઘણી તસવીરો તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર જાેવા મળે છે.
ખાસ કરીને તેને તેના દિયર સાથે સારું બને છે. હાલમાં એક ઈન્ટરવ્યૂમાં સની કૌશલે ભાભી સાથેના બોન્ડિંગ અને બર્થ ડે પર તેના તરફથી મળેલી સરપ્રાઈઝ વિશે વાત કરી હતી. કેટરીના કૈફ વિશે વાત કરતાં, સની કૌશલને આરજે સિદ્ધાર્થ કનન દ્વારા ભાભીએ તેના માટે કરેલી ‘સૌથી શ્રેષ્ઠ વસ્તુ’ વિશે પૂછ્યું હતું.
જેના જવાબમાં તેણે બે વર્ષ પહેલાના બર્થ ડેને યાદ કર્યો હતો અને તેણે કેકથી કેવી રીતે સરપ્રાઈઝ આપી હતી તેના વિશે વાત કરી હતી. ‘મને સ્નીકર્સ ગમે છે તેથી બે વર્ષ પહેલા મારા બર્થ ડે પર, તેઓ સ્નીકર શેપની મોટી કેક અને મારા ફેવરિટ સ્નીકર્સ લઈને આવ્યા હતા.
મેં તેની આશા રાખી નહોતી પરંતુ તે સ્વીટ સરપ્રાઈઝ હતી. ભાભી કેટરીના સાથેના બોન્ડિંગ વિશે વાત કરતાં સની કૌશલે તેઓ ખરેખર સારા મિત્રો બની ગયો હોવાનો ખુલાસો કર્યો હતો.
તેણે ઉમેર્યું હતું કે ‘ઘણીવાર જ્યારે અમે બધા સાથે બેઠા હોઈએ ત્યારે, કેટરીના અને હું એકબીજા સાથે વાતોમાં મશગુલ થઈ જઈએ છીએ અને બાકીના સભ્યો ક્યારે અમારી વાતચીત ખતમ થશે કે જેથી તેઓ પણ બોલી શકે તેની રાહ જુએ છે. પરંતુ અમને વાતો કરવી ગમે છે.
અમે ઘણા ટોપિક પર વાતો કરીએ છીએ. કેટલાક મુદ્દા એવા છે જેના પર અમને ચર્ચા કરવી ગમે છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો, સની કૌશલ છેલ્લે યામી ગૌતમ સાથે ફિલ્મ ‘ચોર નિકલ કે ભાગા’માં જાેવા મળ્યો હતો, જે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી.
તે ખૂબ જલ્દી ‘ફિર આયી હસીન દિલરુબા’માં જાેવા મળશે. જે તાપસી પન્નુની ‘હસીન દિલરુબા’ની સીક્વલ છે. આ ફિલ્મમાં વિક્રાંત મેસ્સી અને હર્ષવર્ધન રાણે પણ હતા.
બીજી તરફ, કેટરીના કૈફનું શિડ્યૂલ વ્યસ્ત ચાલી રહ્યું છે. તે સલમાન ખાન સાથે ફરી એકવાર ‘ટાઈગર ૩’માં સ્ક્રીન શેર કરતી જાેવા મળશે. આ સિવાય તેની પાસે શ્રીરામ રાઘવનની વિજય સેથુપથી સાથેની ‘મેરી ક્રિસમસ’ છે. તે ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’નો પણ ભાગ છે, જેમાં તેની સાથે પ્રિયંકા ચોપરા અને આલિયા ભટ્ટ છે.SS1MS