સની લિયોની પિંક કલરના ઈન્ડિયન ડ્રેસમાં પણ ગ્લેમરસ લાગી
મુંબઈ, એડલ્ટ ફિલ્મોથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર સની લિયોની તેલુગુમાં એન્ટ્રી કરતા પહેલા સાઉથની ઘણી ભાષાઓની ફિલ્મોમાં ધમાલ મચાવી ચૂકી છે. આ પહેલા તે તમિલ અને મલયાલમ મૂવીઝમાં કામ કરી ચૂકી છે. હવે તેલુગુમાં ‘જિન્ના’થી ડેબ્યુ કરવા જઈ રહી છે.
તેમાં તે વિષ્ણુ મંચૂ અને પાયલ રાજપૂતની સાથે મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે. ફિલ્મ જિન્નાનું ટીઝર લોન્ચિંગ ઈવેન્ટ હૈદરાબાદમાં રાખવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં સનીએ પણ હાજરી આપી હતી. તેમાં હાજરી આપતા બધાનું દિલ જીતી લીધું હતું. તે પિંક કલરના ડ્રેસમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. તે ઘણી સુંદર લાગી રહી હતી. જિન્નાના ટીઝર લોન્ચિંગ ઈવેન્ટમાં સની લિયોનીનો ગ્લેમર લુક જાેવા મળ્યો હતો.
એક્ટ્રેસના લેટેસ્ટ ફોટોઝને ૬૮ હજારથી વધુ લાઈક્સ મળ્યા છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ઈવેન્ટથી સની લિયોનીનો એક વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં તે તેલુગુ ભાષામાં ડાયલોગ બોલતી જાેવા મળી રહી છે.
હૈદરાબાદમાં યોજાયેલ આ ઈવેન્ટમાં એક્ટ્રેસ પિંક કલરના ઈન્ડિયન ડ્રેસમાં જાેવા મળી હતી. તેમાં તે ઘણી સુંદર લાગી રહી હતી. આ ડ્રેસમાં તે આકર્ષણનું કેન્દ્ર બની હતી.
ફિલ્મ જિન્નામાં સની લિયોનીની મુખ્ય ભૂમિકાની વાત કરીએ તો તેમાં તે એક એનઆરઆઈના રોલમાં જાેવા મળશે. તેમાં તેની અપોઝિટ વિષ્ણુ અને પાયલ રાજપૂત પણ મુખ્ય રોલમાં છે. તેઓ પણ આ ઈવેન્ટમાં જાેવા મળ્યા હતા. તે સિવાય સની લિયોનીની ફિલ્મોની વાત કરીએ તો તે તેલુગુ ફિલ્મ કલ્કિમાં જાેવા મળી હતી. તેમાં તે એક ગીત ડિયો ડિયોમાં જાેવા મળી હતી. તેના ફેન્સ તેની ફિલ્મોની આતુરતાથી રાહ જાેતા હોય છે.SS1MS