Western Times News

Gujarati News

ડીપનેક સિઝલિંગ ગાઉનમાં Sunny Leone બની જલપરી

મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ Sunny Leone દર વખતે તેના લેટેસ્ટ ફોટોશૂટને લઈને ચર્ચામાં રહે છે. વેસ્ટર્ન હોય કે એથનિક, તેના ફેન્સ તેને દરેક અંદાજમાં જાેવાનું પસંદ કરે છે. હાલમાં જ સનીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

આ તસવીરોમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. હકીકતમાં, સની લિયોને આ ફોટોશૂટ એક મેગેઝિન માટે કરાવ્યું છે, જેમાં તેણે સિલ્વર કલરના હેવી વર્કનો સ્કિની લહેંગા પહેર્યો છે, જેમાં તે જલપરી જેવી લાગી રહી છે. સનીએ આ લુક સાથે પોતાના હેર ઓપન રાખ્યા છે.

આ સાથે મેચિંગ એસેસરીઝ પણ કેરી કરી છે. જે તેના લુકમાં ચાર ચાંદ લગાવી રહ્યું છે. મેકઅપની વાત કરીએ તો એક્ટ્રેસે મિનિમલ ટચઅપ સાથે સ્મોકી શેડેડ આઈશેડો સાથે લાઇનર અને કાજલનો યુઝ કર્યો છે. જ્યારે ગાલ પર પિંક બ્લશ તેની ખૂબસૂરતીમાં વધારો કરી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone)

તેની રેડ હોટ લિપસ્ટિક સૌથી વધુ ધ્યાન ખેંચી રહી છે. આ કલર તેના સમગ્ર લુકને કંપ્લીટ કરી રહ્યો છે, જેના કારણે એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે. સ્વાભાવિક છે કે સની લિયોન અવારનવાર પોતાની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

ફેન્સ પણ તેની દરેક તસવીર પર પોતાનો ભરપૂર પ્રેમ વરસાવે છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સની લિયોન અને તેના પતિ ડેનિયલ વેબરે તુર્કી-સીરિયામાં ભૂકંપ પીડિતો માટે મદદનો હાથ લંબાવ્યો છે. જેના માટે કપલ તેમની કમાણીમાંથી ૧૦% રકમ દાન કરશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.