રાજકોટ TRP ગેમઝોનમાં અગ્નિકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો
(એજન્સી)રાજકોટ, રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં શનિવારે લાગેલી આગમાં ૩૩ લોકોના મૃત્યુ પછી આ અંગે ગુજરાત હાઈકોર્ટમાં સુઓ મોટો હાથ ધરાઈ છે. તેના પર સોમવારે વધારે સુનાવમી થશે અને હાલમાં તમામ મુદ્દાની ઊંડી તપાસ કરવાના આદેશ અપાયા છે.
ગુજરાત હાઈકોર્ટમાં આજે આજે સ્પેશિયલ જજ બીરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની બેન્ચ બેસી હતી અને તાત્કાલિક સુનાવણી હાથ ધરાઈ હતી. હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી અને એડવોકેટ અમિત પંચાલ દ્વારા દલીલો કરવામાં આવી હતી. એડવોકેટ દ્વારા કોર્ટને જણાવવામાં આવ્યું કે આગની ઘટનામાં ૩૦થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને આંકડો હજુ વધી શકે છે.
હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ફાયર સેફ્ટી મુદ્દે ઘણી વખત નિર્દેશ આપવામાં આવ્યા છે. છતાં આવી દુર્ઘટનાઓ બને છે. તેમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ટીઆરપી ગેમિંગ ઝોન પાસે ફાયર સેફ્ટીની કોઈ પરમિશન નહોતી. ઓથોરિટીએ પણ આ કેસમાં બેદરકારી દાખવી છે.
હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી દ્વારા માંગણી કરવામાં આવી કે આ કેસની સિટિંગ જજ દ્વારા તપાસ થવી જોઈએ. રાજકોટનો ગેમિંગ ઝોન રેસિડન્ટ પ્લોટ પર બનેલો છે. ગેમ ઝોનમાં વેÂલ્ડંગ અને બીજી કામગીરી ચાલુ હોવા છતાં લોકોને પ્રવેશ અપાયો હતો. ટીઆરપીમાં ગેમિંગ ઝોનમાં જ્વલનશીલ પદાર્થો પણ હતા. હજારો લીટર ડીઝલનો જથ્થો રાખવામાં આવ્યો હતો.
એન્ટ્રી અને એÂક્ઝટની જગ્યા બહુ સાંકડી હતી અને આગ લાગતા જ રસ્તો બંધ થઈ ગયો હતો. આગ ઠારવા માટેના પંપ હતા પણ તેને પેકિંગમાંથી બહાર પણ કાઢવામાં આવ્યા ન હતા. ગુજરાત હાઈકોર્ટે આ અગ્નિકાંડને માનવસર્જિત ડિઝાસ્ટર ગણાવ્યો છે. આ ઉપરાંત હાઈકોર્ટે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશનો અને રાજ્ય સરકાર પાસે ગેમ ઝોનના નિયમો અને ફાયર નિયમો અંગે એક જ દિવસમાં ખુલાસો કરવાનો નિર્દેશ આપ્યો છે.
અમદાવાદ શહેરમાં સિંધુભવન, એસ.પી રીંગ રોડ તેમજ એસ.જી હાઈવે પરના ગેમ ઝોનને પણ ગુજરાત હાઈકોર્ટે ભયજનક ગણાવ્યા છે. આ ગેમ ઝોન કેવી રીતે બને છે? કેવી રીતે ઉપયોગમાં લેવામાં આવે છે? વગેરે વિશે હવે સબમિશન આપવામાં આવશે. આવા ગેમિંગ ઝોનને કેવી રીતે ફાયર સેÂફ્ટની મંજૂરી અપાય છે તે જણાવશે. ફાયર સેફ્ટી એક જાહેર હિતની અરજી હાઈકોર્ટમાં પેન્ડિંગ છે, તેના પક્ષકારોને પણ સુઓમોટો અરજીની કોપી આપવામાં આવશે.
આ અંગે ૨૭ મે, ૨૦૨૪ના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે. જાણવા મળતી વિગત પ્રમાણે ગેમઝોનમાં રબર-રેÂક્ઝનનું ફ્લોરિંગ બનાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ જગ્યા પર અંદાજે ૨૫૦૦ લિટર ડીઝલનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. કાર ઝોનમાં ફરતે હજારથી વધુ ટાયરનો જથ્થો રખાયો હતો. લોખંડ અને પતરાંના સ્ટ્રક્ચરમાં થર્મોકોલની શીટના પાર્ટિશનને લીધે આગ લાગી તેની માત્ર ગણતરીની મિનિટમાં જ ધડાકા સાથે છેક ત્રીજા માળ સુધી આગ પ્રસરી ગઈ હતી. પરિણામે લોકોને બહાર નીકળવાની તક જ મળી ન હતી.