Western Times News

Gujarati News

સલમાન બંગલો છોડીને નાનકડા ફ્લેટમાં કેમ રહે છે?

મુંબઈ, Superstar Salman Khan ૧૯૮૮માં આવેલી ફિલ્મ ‘બીવી હો તો ઐસી’માં સાઈડ રોલથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યુ હતું, પરંતુ તેના બીજા જ વર્ષે તેણે ૧૯૮૯માં ‘મૈને પ્યાર કિયા’ સાથે લીડ એક્ટર તરીકે પોતાની જબરદસ્ત ઓળખ બનાવી હતી. Superstar Salman Khan Galaxy Apartment

જાે સલમાનનું કરિયર જાેવામાં આવે તો તે ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું, પરંતુ જીવનના દરેક તબક્કે તે એક મજબૂત વ્યક્તિ તરીકે ઉભો રહ્યો, સખત મહેનત કરી અને પછી એક સફળ એક્ટર તરીકે ઉભરી આવ્યો. આજે પણ ઇન્ડસ્ટ્રીમાં સલમાનની તગડી ફી છે.

આવી સ્થિતિમાં તેના ફેન્સ એવું વિચારે છે કે એક ફિલ્મ માટે મસમોટી રકમ લેનાર ભાઈજાન મુંબઈમાં એક રૂમના ફ્લેટમાં કેમ રહે છે ??

જ્યારે તેના માટે બંગલો ખરીદવો ખૂબ જ સરળ છે.

વર્ષ ૨૦૧૯માં આપેલા પોતાના એક ઈન્ટરવ્યુમાં સલમાને પોતે કહ્યું હતું કે, ‘કેટલાક સમય પહેલા અમે એક બંગલો જાેયો હતો, કંઇક ૧૦-૧૨ વર્ષ પહેલા . મેં કહ્યું કે ડેડી (સલિમ ખાન) ખૂબ જ સરસ જગ્યા હાથમાંથી જઈ રહી છે અને તે ૨૨ કરોડની છે. ડેડીએ કહ્યું પછી તેની સાથે વાત કરી લો, જાે તેને આટલી જ ગમે છે તો ખરીદી લઇએ.

સલમાને આગળ કહ્યું, ‘પછી તે માલિકને લઈને આવ્યો, જ્યારે તે ઘરમાં સામે આવીને બેઠો, ત્યારે ડેડી કહે છે કે જગ્યા તો સારી છે, સલમાનને તે ખૂબ જ ગમી. પરંતુ આમાં એક પ્રોબ્લેમ છે. તો માલિકે કહ્યું કે એવી કોઈ સમસ્યા નથી સલીમ સાહેબ, જેનો ઉકેલ ન આવી શકે, દરેક પ્રોબ્લેમના રસ્તા હોય છે, શોર્ટઆઉટ થઇ જશે.

તેણે આગળ કહ્યું, ‘પછી ડેડીએ કહ્યું કે હા, જાે તમે કરી દો છો તો સારું છે, પછી તેને કન્ફર્મ સમજાે. માલિકે હાથ મિલાવીને પૂછ્યું કે તે પ્રોબ્લેમ શું છે? તો ડેડીએ કહ્યું કે તારી જગ્યા ૨૨ કરોડની છે અને અમે ૨૦ કરોડ શોર્ટ છીએ. આ પછી સલમાન કહે છે, ‘પહેલા અમે હજારોમાં શોર્ટ હતા, પછી અમે લાખોમાં શોર્ટ હતા અને હવે અમે કરોડોમાં શોર્ટ છીએ.

એક ઈન્ટરવ્યુમાં સલમાને કહ્યું કે, ‘હું મોટા અને આલીશાન બંગલામાં કરતાં બાંદ્રામાં મારા ફ્લેટમાં રહેવાનું પસંદ કરું છું કારણ કે મારા પેરેન્ટ્‌સ મારા ઉપરના ફ્લેટમાં રહે છે. નાનપણમાં મેં અહીં ઘણી બધી સારી-ખરાબ વસ્તુઓ જાેઈ છે, પરંતુ તેનાથી અલગ થવાનો કોઈ વિચાર સુદ્ધાં નથી આવ્યો.

સલમાને આગળ કહ્યું, ‘અમારી આખી બિલ્ડિંગ એક પરિવાર જેવી છે. જ્યારે અમે નાના હતા, ત્યારે બિલ્ડીંગના બધા બાળકો નીચે ગાર્ડનમાં સાથે રમતા હતા અને ક્યારેક ત્યાં સૂઈ જતા હતા. કોઈ એકલું નહોતું, બધાં ઘરો પોતાના ગણાતા અને અમે કોઈના ઘરે જઈને ખાવાનું લેતા. હું આજે પણ એ જ ફ્લેટમાં રહું છું કારણ કે એ ઘર સાથે મારી અસંખ્ય યાદો જાેડાયેલી છે.

આ પહેલા સલમાન ખાનના પિતા સલીમ ખાને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેઓ વર્ષ ૧૯૭૩માં અમિતાભ બચ્ચનની ફિલ્મ જંજીર રિલીઝ થયા બાદ ગેલેક્સી એપાર્ટમેન્ટ્‌સમાં આવ્યા હતા. અહીં આવ્યા પછી, તેણે વિચાર્યું કે આ તેનું અંતિમ મુકામ હશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.