સ્ટેડિયમની બહાર બેઠેલા સમર્થકોને મહિલા કાર ચાલકે કચડ્યાં

નવી દિલ્હી, ફુટબોલની મેચ જોવા ગયેલા ફેન્સ પર એક મહિલાએ કાર ચડાવી દીધી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. વિગતે વાત કરવામાં આવે તો, કોર્નેલા ડી લોબ્રેગેટના આરસીડીઈ સ્ટેડિયમમાં બાર્સેલોના અને એસ્પેનિયોલ વચ્ચેની ફૂટબોલની મેચ ચાલતી હતી. લોકો પોતાના ખેલાડીઓની આતુરતાથી રાહ જોતા હતા અને તેમના પર મહિલાએ કાર ચડાવી દીધી હતી.
ઘટના પછી તરત જ એલાર્મ વગાડવામાં આવ્યો અને તબીબો અને પોલીસ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.મીડિયા રિપોટ્ર્સ પ્રમાણે એક મહિલા સફેદ કલરની પ્યુજો ૨૦૮ કાર ચલાવી હતી.
મહિલાએ કાર પરથી નિયંત્રણ ગુમાવ્યું અને સ્ટેડિયમના પ્રવેશદ્વારની બહાર ચાહકો પર કચડી નાખ્યા હતાં આ ઘટનામાં કુલ ૧૩ લોકો ઘાયલ થયા હતા, જેમાંથી ૯ લોકોને સામાન્ય ઇજાઓ થઈ હતી જ્યારે ૪ને ગંભીર ઇજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે.
સમગ્ર ઘટનાને પગલે આરસીડીઈ સ્ટેડિયમમાં મેચ જોવા આવેલા લોકો ડરી રહ્યાં હતાં. સમગ્ર ઘટના બાદ આરસીડીઈ સ્ટેડિયમમાં ચારેય બાજુ સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. આ ઘટના મુદ્દે સ્થાનિક અધિકારીએ જણાવ્યું કે, અમે ભીડ સુરક્ષા પ્રોટોકોલની સમીક્ષા કરીશું અને આવી જ ઘટના ફરી ન બને તેની ખાતરી થઈ શકે.
અત્યારે તેની તપાસ કરવામાં આવી રહી છે. મહત્વની વાત એ છે કે, અકસ્માતની ઘટના પછી મેચ ફરી શરૂ કરી દેવામાં આવી હતી.મેચની વાત કરવામાં આવે તો, રેફરી સીઝર સોટો ગ્રાડો દ્વારા લગભગ આઠમી મિનિટ પછી રમત બંધ કરવામાં આવી, જેમણે સુરક્ષા અધિકારીઓ સાથે સલાહ લીધી અને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
સ્ટેડિયમની જાહેર સંબોધન પ્રણાલીએ ચાહકોને જાણ કરી કે કોઈને ગંભીર ઈજા થઈ નથી. જેના કારણે થોડા સમય પછી રમત ચાલુ કરવામાં આવી હતી. પરંતુ આ ઘટનામાં કુલ ૧૩ જેટલા લોકોને ઈજાઓ થઈ હોવાના કારણે લોકો ખૂબ ગભરાઈ ગયાં હતાં.SS1MS