સુપ્રિમ કોર્ટના ચૂકાદાઓએ સંસદને કાયદા ઘડવાની સત્તા પર ગર્ભિત મર્યાદા ઉજાગર કરી હતી !

AI Image
સુપ્રિમ કોર્ટ એ ધારાસભાનું ત્રીજું ગૃહ છે જે કાયદાનું બંધારણીય અર્થઘટન કરતા નવા જ કાયદાની રચના કરે છે !!
“બંધારણ એ ભારતનો આત્મા છે અને અદાલતી સમીક્ષા સુપ્રિમનો અધિકાર છે”!!
આજકાલ બહું ઓછા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ જાણતા હશે કે દેશના બંધારણના કયા આર્ટીકલમાં – કલમમાં શું કહ્યું છે અને અમારાથી શું થાય અને શું ન થાય ?!
તસ્વીર ભારતની સંસદની છે ! બીજી તસ્વીર દેશના બંધારણની છે ! ત્રીજી તસ્વીર ભારતની આઝાદીની ગરિમાના પ્રતિક સમાન રાષ્ટ્રધ્વજની છે ! જયારે ચોથી તસ્વીર ભારતની સુપ્રિમ કોર્ટની છે ! ભારતની સંસદને દેશના વ્યાપક હિતમાં કાયદો રચવાની અને તેનો અમલ કરવા માટે રાષ્ટ્રપતિની મંજુરીની મહોર લગાવીને તેનો અમલ કરવાની સત્તા છે !
પરંતુ સરકાર ગમે તે પક્ષની હોય બંધારણની કલમ-૧૩(૨) માં જણાવાયું છે કે, ‘બંધારણના પ્રારંભની પહેલા અમલમાં હોય તે તમામ કાયદા કે કારોબારી તંત્રીય હુકમો, જો મૂળભૂત અધિકારો સાથે અસંગત હોય તો તે અસંગતતા પુરતા રદ ગણાશે તો પછી મૂળભૂત અધિકારોમાં હસ્તક્ષેપ કરતા હોય તેવા કાયદા અત્યારની સરકારો કઈ રીતે રચી શકે’!
પરંતુ કમનસીબે સંસદમાં ચૂંટાતા કેટલાકં પ્રતિનિધિઓને દેશના બંધારણના આર્ટિકલનું જ્ઞાન નથી કાં તો પછી દેશના બંધારણીય મૂળભૂત અધિકારો અંગે સમજ નથી ?! માટે દિન પ્રતિદિન કયારેક સંસદમાં કે રાજય સરકારો બીલો બનાવી પસાર કરે છે દે પણ દેશના બંધારણની ચિંતા નથી કરતા કે નથી માનવ સવાતંત્ર્યની ચિંતા કરતાં ! જયારે ચોથી તસ્વીર ભારતની સુપ્રિમ કોર્ટની છે !
જેમાં બેસતા ન્યાયાધીશોએ જ અંતે ‘ન્યાયધર્મ’ અદા કરાવતા, કરાવતા નેતાઓને કે અન્ય સત્તાધીશોને બંધારણીય મૂલ્યાંકન કરી આદેશો આપવાની ફરજ પડે છે ! દેશનું બંધારણ રચનારા ર્ડા. ભીમરાવ આંબેડકરે ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ ના દિને કહ્યું હતું કે, “રાજકીય ક્ષેત્રમાં આપણે ત્યાં સમાનતા હશે અને સામાજીક તેમજ આર્થિક જીવનમાં આપણે ત્યાં સમાનતા હશે !
રાજકારણમાં આપણે એક વ્યક્તિ એક મત અને એક મત એક મૂલ્યનો સિધ્ધાંત માન્ય રાખીશું પણ આપણે સામાજીક અને આર્થિક જીવનમાં, આપણાં સામાજીક અને આર્થિક માળખાના કારણસર એક વ્યક્તિ એક મૂલ્યના સિધ્ધાંતને નકારવાનું ચાલુ રાખીશું”!! પરંતુ આઝાદીના ૭૫ વર્ષ પછી પણ ન તો પ્રજાને દેશના બંધારણીય મૂલ્યોની જાણકાર છે કે ન તો ઘણાં બુધ્ધિજીવીઓ અને આજના યુવાનો જાણકાર છે !
ત્યારે વકીલોને માથે લોકોને જાગૃત કરવાની મોટી જવાબદારી છે કારણ કે વકીલોએ ન્યાયતંત્રને અને વકીલાતના વ્યવસાયને બચાવવાનો છે ! દેશના બંધારણનું રક્ષણ કરવાનું છે ! સુપ્રિમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ શ્રી એ. કે. સિક્રીની ખંડપીઠે કેશવાનંદ ભારતી કેસમાં આપેલો ચૂકાદો અને બંધારણીય હોદ્દો ધરાવતા રાજયપાલો અને રાષ્ટ્રપતિને “વિટો સત્તા” નથી તેના ઉપર આપેલો ચૂકાદો તે નોંધનીય છે !! – તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા –
બ્રિટીશ રાજકીય તત્વચિંતક હેરોલ્ડ લાસ્કી કહે છે કે, “અમેરિકાની સુપ્રિમ કોર્ટને ધારાસભાનું ત્રીજું ગૃહ કહે છે”! જયારે અમેરિકાના મુખ્ય ન્યાયાધીશ જહોન માર્શલ તેમજ ન્યાયાધીશ એલેકઝાન્ડર હેમિલ્ટને અદાલતી સમીક્ષાની ભારપૂર્વક તરફેણ કરતા કહ્યું હતું કે, “અદાલતી સમીક્ષા બંધારણનો આત્મા છે”!! ભારતની સુપ્રિમ કોર્ટને બંધારણની કલમ-૩૨ હેઠળ વિશાળ સત્તા મળી છે
તથા બંધારણની કલમ-૧૪૨ એ સુપ્રિમ કોર્ટને કોઈપણ વ્યક્તિને ન્યાય અપાવવા માટે જરૂરી દિશા નિર્દેશ આપી અદાલતી સમીક્ષા કરી છે કે, સરકારે ઘડેલો કાયદો એ લોકસભામાંથી પસાર થઈ જાય અને રાષ્ટ્રપતિ મંજુરીની મહોર મારે તો પછી તે કાયદો બંધારણના સિધ્ધાંતો અને મૂલ્યો સાથે સુસંગત ન હોય તો તે રદ કરી શકે છે ! પોલીસે કરેલી ગેરકાનૂની કાર્યવાહી પર સ્ટે આપી શકે છે અને રદ પણ કરી શકે છે !
આ જોતાં ભારતની સુપ્રિમ કોર્ટ અને બંધારણ મુજબ સર્વોપરી છે ! આજકાલ રાજકીય કંઠીઓ બાંધી ફરતા કથિત વકીલોએ સત્તાના મોહમાં દેશના સર્વોપરી બંધારણનો અને ન્યાયતંત્રની સ્વતંત્રતા, નિષ્પક્ષતા અને કાબેલિયતનો પહેલો વિચાર કરવો જોઈએ તો જ તેમની વકીલાત ટકી રહેશે અને ભારતના લોકોની આઝાદી અને સ્વતંત્રતા સલામત રહેશે !
ભારતની સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી એ. કે. સિક્રીની ખંડપીઠે કેશવાનંદ ભારતી કેસમાં વર્ષ ૧૯૭૩ માં ચૂકાદો આપી સંસદને બંધારણનું પાયાગત માળખું કે આધાર તંત્ર બદલી નાંખવાની સત્તા આપતો નથી એવો ચૂકાદો આપીને સંસદને બંધારણીય સુધારાની કે સંસદ દ્વારા નવો કાયદો રચવા પર રોક લગાવી છે છતાં કયારેક સરકારો સત્તાના નશામાં ભુલ કરે છે ?!
દેશની લોકસભામાં કે રાજયની વિધાનસભામાં ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓને દેશમાં જરૂરી કાયદા રચવાનો અને જુના કાયદા રદ કરવાની સત્તા છે ! પરંતુ સંસદમાં જે પ્રતિનિધિઓ ચૂંટાય છે એ તમામ બંધારણને નામે સોગંદ લે છે ! પરંતુ દેશનું બંધારણ જાણતા હોતા નથી જે ચૂંટાય છે તેમાંથી આજકાલ બહું ઓછા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ જાણતા હશે કે દેશના બંધારણના કયા આર્ટીકલમાં – કલમમાં શું કહ્યું છે અને અમારાથી શું થાય અને શું ન થાય ?!
ચૂંટણી જીતવાની હોડમાં ડૉ. મનમોહનસિંગ કે ડૉ. એ.પી.જી. અબ્દુલકલામ જેવા પ્રતિનિધિઓ સંસદમાં ચૂંટાતા નથી અને કયારેક ચૂંટાયેલા પ્રતિનિધિઓ દેશના બંધારણ કરતા પોતાના રાજકીય પક્ષને રહે છે કાં તો પોતાના રાજકીય વરિષ્ઠ નેતાને વફાદાર રહે છે તે એવા નિર્ણયો કરી નાંખે છે જે દેશના બંધારણ સાથે, આઝાદી સાથે કે માનવ અધિકાર સાથે સુસંગત એ. કે.સિક્રી નહોય!
ત્યારે કોઈ જાગૃત અને બુધ્ધિજીવી નાગરિકો સરકારના એવા પૂર્વ ચીફ જસ્ટીસશ્રી. નિર્ણય કરતા રોકવા દેશની સુપ્રિમ કોર્ટમાં જાય છે ! બંધારણની કલમ-૩૬૮ હેઠળના બંધારણ (સુપ્રિમ કોર્ટ). સુધારાની સત્તા એક ગર્ભિગત મર્યાદાને આધિન હતી !
સુપ્રિમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ શ્રી એ. કે.સિક્રીની લાર્જર બેન્ચે બહુમતીથી ઠરાવ્યું હતું કે, બંધારણની કલમ-૩૬૮ સંસદને બંધારણનું પાયાગત માળખું કે આધાર તંત્ર બદલી નાંખવાની સત્તા આપતું નથી. વર્ષ ૧૯૭૩ માં સુપ્રિમ કોર્ટે કેશવાનંદ ભારતી કેસમાં ચૂકાદો આપ્યો હતો આ ચૂકાદો આપનાર ચીફ જસ્ટીસ શ્રી એ. કે. સિક્રી, જસ્ટીસ શ્રી હેગડે, જસ્ટીસ શ્રી મુખરજી, જસ્ટીસ શ્રી એચ. આર. ખન્ના, જસ્ટીસ શ્રી ચંદ્રચુડ સહિતના ન્યાયાધીશો હતાં એવું જાણવા મળેલ છે !
ભારતની સુપ્રિમ કોર્ટના જસ્ટીસ જે. બી. પારડીવાલા, જસ્ટીસ આર. મહાદેવનની બેન્ચે ચૂકાદો આપતા કહ્યું હતું કે, રાજયની સરકારોના રાજયપાલોને કે મહામહીમ રાષ્ટ્રપતિને અમર્યાદિત પોકેટ વીટો પાવર (સત્તા) નથી કારણ કે આ હોદ્દો એ બંધારણીય હોદ્દો છે ! રાજકીય હોદ્દો નથી ! માટે દેશનું હિત જોવાનું છે રાજકીય હિત નહીં! આ અદ્દભૂત ઐતિહાસિક ચૂકાદો છે ! જેની પુનઃ સમિક્ષા કઈ રીતે થઈ શકે ?!
ભારતની સુપ્રિમ કોર્ટ એ સર્વોપરી સત્તા ધરાવે છે અને બંધારણ દ્વારા પ્રસ્થાપિત થયું છે ! ત્યારે દેશનો કોઈ હોદ્દો કે સત્તા બંધારણની ઉપરવટ નથી એવું ઐતિહાસિક ચૂકાદા દ્વારા સુપ્રિમ કોર્ટના જસ્ટીસ શ્રી જે. બી. પારડીવાલા અને જસ્ટીસ શ્રી આર. મહાદેવનની બેન્ચે ઠરાવ્યું છે ! ભારતના બંધારણની સર્વોપરિતા અને અદાલતી સમીક્ષાની સત્તાનો દિશા નિર્દેશ કરતા જસ્ટીસ શ્રી જે. બી. પારડીવાલા અને જસ્ટીસ શ્રી આર. મહાદેવનની ખંડપીઠે બંધારણનું અવલોકન કરતા જણાવ્યું છે કે,
બંધારણ એ રાજયપાલને રાજકીય પાર્ટીઓના પ્રતિનિધિ બનવાની મંજુરી નથી આપતું ! તેમની ભૂમિકા સંતુલીત હોવી જોઈએ ! જસ્ટીસ શ્રી જે. બી. પારડીવાલાએ બંધારણની ડ્રાફટીંગ કમિટીના ચેરમેન ર્ડા. ભીમરાવ આંબેડકરના ઐતિહાસિક શબ્દોનો ઉલ્લેખ છે કે, ‘સંવિધાન શ્રી જે. બી. પારડીવાલા ?. ગમે તેટલું કેમ સારૂ ન હો તેને લાગુ કરનારા સારા નહીં હોય તો તે ખરાબ સાબિત થશે’!!
સુપ્રિમ (જસ્ટીસ શ્રી સુપ્રિમ કોર્ટ). કોર્ટે તો ત્યાં સુધી ટકોર કરી છે કે, ‘રાજયપાલ કે રાષ્ટ્રપતિ કોઈ વિશેષાધિકાર નથી કે તે બીલોને અટકાવી રાખો કાં તો એ મંજુર કરે અથવા નામંજુર કરવાના કારણો આપે’! રાજયપાલ કે રાષ્ટ્રપતિને બંધારણની ઉપરવટ જઈ નિર્ણય કરવાનો વિટો પાવર નથી ! કોઈપણ બીલને મહિનાઓ સુધી અટકાવી ન શકાય તેથી હવે રાષ્ટ્રપતિએ કે રાજયપાલે ૩ માસની સમયમર્યાદામાં આ બીલ અંગે આખરી નિર્ણય કરવાનો રહેશે !
જસ્ટીસ શ્રી જે. બી. પારડીવાલા અને જસ્ટીસ શ્રી આર. મહાદેવનની બેન્ચે એવું પણ અવલોકન કર્યુ છે કે બંધારણ એ ભારતનો “આત્મા” છે ! ૭૦ વર્ષ બાદ પણ આપણે બંધારણનું પાલન કરીએ છીએ કે કેમ ?! કે તે આપણને આપણાં અધિકારો અનેજવાબદારીઓ શિખવે છે ! ટૂંકમાં વિધાનસભા કે લોકસભામાં પસાર થયેલા કોઈપણ બીલને રાજકીકારણોસર રોકી શકાય નહીં એવું સુપ્રિમ કોર્ટે સુનિશ્ચિત કર્યુ છે !
અને સુપ્રિમ કોર્ટે બંધારણની કલમ-૧૪૨ હેઠળની અસાધારણ સત્તાનો ઉપયોગ કરીને આ બીલ એ જ તારીખથી પાસ થયેલા હોવાનું માનવા આદેશ આપ્યો હતો ! બંધારણની કલમ-૧૪ નો ઉલ્લેખ સુપ્રિમ કોર્ટે કર્યો નથી પણ બંધારણની કલમ-૧૪ ૫૨ અવલોકન કરતા સુપ્રિમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ શ્રી પી. એન. ભગવતીએ પણ કોઈપણ સત્તાધીશને અમર્યાદિત સત્તા નથી એવું ભૂતકાળમાં ઠેરવ્યું હતું !
આમ, સુપ્રિમ કોર્ટના બાંહોશ, કાબેલ અને .સંનિષ્ઠ ન્યાયાધીશોએ વખતો વખત દેશના બંધારણીય મૂલ્યોની રખેવાળી કરી છે ! પરંતુ હવે વકીલાતના. વ્યવસાયનું કથિત રીતે રાજકીયકરણ થઈ રહ્યું છે એ દેશની લોકશાહી, બંધારણવાદની ભાવના અને શ્રી આર. મહાદેવન. આઝાદીમાટેખતરોનહીંબને ?
સમાન સીવીલ કોર્ટ (યુ.સી.સી.) આ મુદ્દો પણ ભારતની સુપ્રિમ કમેર્ટમાં જવાની સંભાવના છે કારણ કે ઉત્તરાખંડના વકીલોનો ઉગ્રવિરોધ કેમ છે ?!
સમાન સીવીલ કોર્ટ (યુ.સી.સી.) લાગુ કરવાનો મુદ્દો દિવસે, દિવસે વિવાદીત થતો જાય છે ! આ કાયદો ઉત્તરાખંડ વિધાનસભામાં પસાર તો ઉતાવળે થઈ ગયો ! પરંતુ તેના અમલને લઈને અનેક ગુંચ પેદા થઈ છે !
અને તેનાથી પણ અગત્યનું છે કે આ કાયદો બંધારણની કલમ-૧૩, ૧૪ અને ૨૧ સાથે સુસંગત છે કે કેમ ?! તેનું મૂલ્યાંકન તો દેશની સુપ્રિમ કોર્ટ જ કરી આખરી ફેંસલો આપી શકે ?! હવે ઉત્તરાખંડમાં સમાન સિવીલ કોર્ટની વિરૂધ્ધમાં વકીલો અને સરકારી કર્મચારીના સંગઠનો વિરૂધ્ધમાં ઉતર્યા છે ! ઉત્તરાખંડ બાર એસોસીએશનના વકીલો કહે છે કે, ‘યુનિફોર્મ સીવીલ કોડ’ અનેક કેસોમાં વકીલોની ભૂમિકા જ ખત્મ કરી નાંખી છે !
જેના કારણે નોટરીની કામગીરી ખત્મ થઈ ગઈ છે ! રાજયમાં વસીયત ફેરફાર માટે ૧૮૮ અરજીઓ છે તેનું શું ?! ઉત્તરાખંડમાં ૨.૫ લાખ સરકારી કર્મચારી છે ! સરકારી આદેશ મુજબ લગ્નની નોંધણી કરાવવી ફરજીયાત છે ! ઘણાં ડી.એમ.ઓ. એ ઉત્તરાખંડ વિધાનસભા. પગાર અટકાવતા સરકારી કર્મચારીઓમાં રોષ ફાટી નીકળ્યો છે ! લીવ ઈન રીલેશનશીપ અંગે પોલીસને જાણ કરવી ફરજીયાત બનાવતા આ “રાઈટ ટુ પ્રાઈવશી” ના અધિકારોનો ભંગ કરે છે !
જે બંધારણના આર્ટિકલ ૨૧ વિરૂધ્ધ છે અને વ્યક્તિગત ગુપ્તતાના અધિકારને સુપ્રિમ કોર્ટના નવ ન્યાયાધીશોની ખંડપીઠે મૂળભૂત બંધારણીય અધિકારમાં સામેલ કર્યો છે ત્યારે સુપ્રિમ કોર્ટના ચૂકાદા વિરૂધ્ધ સમાન સીવીલ કોર્ટનો અમલ કઈ રીતે થઈ શકે ?! કાયદો કઈ રીતે બની શકશે ?! અને અમલમાં આવીશકશે ?! કોઈપણ કાયદો પાછલી તારીખથી કઈ રીતે લાગુ કરીને દોષિત ઠરાવી શકાય કે ફરજ પાડી શકાય ?!
આ પણ બંધારણની કલમ-૨૦(૧) સાથે પણ સુસંગત નથી ! તમે જો એકપણ જ્ઞાતિને, જાતિને યુનિફોર્મ સિવીલ કોડમાંથી રાજકીય રીતે બાકાત રાખે છે તો એ પણ બંધારણની કલમ-૧૪ સાથે સુસંગત નથી ! આ દેશમાં અનેક સંસ્કૃતિઓ છે, પરંપરા છે ! આદિવાસી, જનજાતિ ! એસ.સી / એસ.ટી. / ક્રિશ્ચિયનો / પારસીઓ /મુસ્લિમોની કેટલીક સાંસ્કૃતિક પરંપરા છે ! અને દેશમાં સમલૈગિંક કપલો પણ છે તેમાં સમાન યુનિફોર્મ કોડ ખૂબ જ વિશાળ ચર્ચા માંગી લે છે !
આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.