Western Times News

Gujarati News

સુપ્રીમ કોર્ટે બેંકોની ઝાટકણી કાઢીઃ કહ્યુ અનઅધિકૃત વ્યવહારોથી ગ્રાહકોને બચાવવાની જવાબદારીમાંથી છટકી શકે નહીં

બેંકો ગ્રાહકોને અનઅધિકૃત વ્યવહારોથી બચાવવાની જવાબદારીમાંથી છટકી શકે નહીં-ગ્રાહક સુરક્ષાના મામલે સુપ્રીમ કોર્ટની કડક ટીપ્પણી, છેતરપિડી કેસમાં એસબીઆઈને જવાબદાર ઠેરવી

(એજન્સી)નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે તાજેતરમાં સ્પષ્ટ કર્યું છે કે બેકો તેમના ગ્રાહકોને તેમના ખાતામાંથી થતા અનઅધિકૃત વ્યવહારોમાંથી બચાવવાની જવાબદારીમાંથી છટકી શકે નહી. કોર્ટે એમ પણ કહયું હતુું કે ખાતા ધારકોએ પણ સાવચેત રહેવું જોઈએ.

અને ખાતરી કરવી જોઈએ કે ઓટીપી જેવી સંવેદનશીલ માહીતી કોઈપણ ત્રીજાપક્ષ સાથે શેર કરવામાં ન આવે.સ્ટેટ બેક ઓફ ઈન્ડીયા એસબીઆઈ વિરૂધ્ધ દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે આ નિર્ણય આપ્યો હતો.

આ કિસ્સામાં એસબીઆઈના ગ્રાહકના ખાતામાંથી રૂ.૯૪.ર૦૪.૮૦ના અનઅધિકૃત વ્યવહારો નોધાયા હતા. સુપ્રીમ કોર્ટે એસબીઆઈને આ ટ્રાન્ઝેકશનની જવાબદારી લેવાનો નિર્દેશ આપ્યો હતો. અને બેકોને સલાહ આપી હતી કે તેઓ ગ્રાહકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા નવી ટેકનોલોજી અપનાવે.

રીપોર્ટ અનુસાર આ મામલો ત્યારે સામે આવ્યો ત્યારે એક ગ્રાહકે ઓનલાઈન શોપીગ કર્યા બાદ પોતાને સામાન પરત કરવાનો પ્રયાસ કર્યો હતો. ગ્રાહકને રીટેલરના કસ્ટમર કેરના નામે છેતરપીડી કરનારને ફોન આવ્યો છેતરપીડી કરનારે ગ્રાહકને મોબાઈલ એપ ડાઉનલોડ કરવાનું કહયું જેના પગલે ગ્રાહકના ખાતામાં અનઅધિકૃત વ્યવહારો થયાં હતાં.

ગ્રાહકો દાવો કર્યો હતો કે તેણે કયારેય થર્ડ પાર્ટી સાથે ઓટીપી કે એમ-પીઆઈએન શેર કર્યો નથી. પરંતુુ એસબીઆઈએ તેની જવાબદારી સ્વીકારવાથી ઈનકાર કર્યો અને કહયુું હતું કે ગ્રાહકો દ્વારા ઓટીપી અને એમ-પીઆઈએન શેર કરવાને કારણે ટ્રાન્ઝેકશન અધિકૃત કરવામાં આવ્યું હતું.

આ મામલામાં પહેલા ગૌહાટી હાઈકોર્ટટે એસબીઆઈને સમગ્ર રકમ ગ્રાહકોને પરત કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે રીઝર્વ બેક ઓફ ઈન્ડીયા આરબીઆઈ ના ૬ જુલાઈ ર૦૧૭ના પરીપત્રનો ટાંકયો હતો. જે જોગવાઈ કરે છે. જોકે કોઈ થર્ડ પાર્ટી દ્વારા ડેટા ચોરીને કારણે અનઅધિૃકત વ્યવહાર થાય છે. અને ગ્રાહક પરત જ તેની જાણ કરે છ.

તો તેના પક્ષે થયેલી બેદરકારી ગણાશે નહી. એસબીઆઈએ હાઈકોર્ટના આ નિર્ણયને પડકાર્યો હતો. અને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટટ તેને ફગાવી દીધી હતી. કોર્ટે સ્વીકાર્યું હતું કે ગ્રાહકે ર૪ કલાકની અંદર છેતરપીડીની ઘટના વિશે બેકને જાણ કરી હતી.

કોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે બેકે જાગ્રત રહેવુું જોઈએ અને અનઅધિકૃત વ્યવહારોને રોકવા માટે ઉપલબ્ધ શ્રેષ્ઠ ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. વધુમાંકોર્ટે ખાતા ધારકોને સાવચેત રહેવા અને કોઈપણ સંજોગોમાં ઓટીપી અથવા પાસવર્ડ શેર ન કરવાની પણ સલાહ આપવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.