Western Times News

Gujarati News

સુપ્રીમની અજિત પવારને શરદનો ફોટો, નામ કે વીડિયોના ઉપયોગ કરવાની મનાઈ

નવી દિલ્હી, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે નાયબ મુખ્યમંત્રી અજિત પવારની એનસીપીને મોટો ઝાટકો આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે બુધવારે અજિત પવારની પાર્ટી એનસીપીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ‘‘૨૦મી નવેમ્બરે થનાર મતદાન પહેલા ચૂંટણી પ્રચારમાં શરદ પવારનો ફોટો અને વીડિયોનો ઉપયોગ કરી શકશો નહીં.’’ આ સાથે સુપ્રીમ કોર્ટે અજિત પવારને સલાહ આપી કે, ‘‘શરદપવારના નામનો ઉપયોગ કરવાને બદલે પોતાના પગ પર ઊભા રહેતા શીખો.’’

આમ, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પહેલા બંને પક્ષોને પોત-પોતાની અલગ ઓળખ જાળવી રાખવા કહ્યું છે. આ સાથે સુપ્રીમ કોર્ટે વધુમાં અજીત પવારને એમ પણ કહ્યું કે, ‘‘જ્યારે તમારે શરદ પવારની સાથે વૈચારિક મતભેદ છે, તો તમે પોતાના પગ પર ઊભા રહેતા શીખો. એક વાર જ્યારે તમે શરદ પવારથી અલગ થઈ ગયા છો, તો તમારે તેમનું નામ, ફોટો કે વીડિયોનો ઉપયોગ કરવો જોઈએ નહીં.’’ સુપ્રીમ કોર્ટે આ મામલાની સુનાવણીને ૧૯મી નવેમ્બર સુધી સ્થગિત કરી દીધી છે.

આ સાથે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘‘તેમને મતદારોની બુદ્ધિમત્તા પર સંપૂર્ણ ભરોસો છે, અને એ(મતદારો) જાણે છે કે મત કોને આપવાનો છે.’’ અહીંયા નોંધવું રહ્યું કે, ગત વર્ષે અજિત પવારે પોતાના કાકા શરદ પવારથી અલગ થયા પછી એનસીપીના ચૂંટણી ચિહ્ન‘ઘડિયાળ’ પર દાવો કર્યાે હતો.

આ પહેલા, શરદ પવારે અજિત પવાર દ્વારા એનસીપીના ચૂંટણી ચિહ્ન ‘ઘડિયાલ’ના ઉપયોગને રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ મામલામાં સુપ્રીમ કોર્ટે અજિત પવારને ઝાટકો આપ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.