મેં સુપ્રીમ કોર્ટ જેટલી શિસ્તહીન કોર્ટ નથી જોઈઃ જસ્ટિસ ગવઈ
જસ્ટિસ ગવઈએ સુપ્રીમ કોર્ટની તુલના હાઈકોર્ટ સાથે કરી
આપણે જોઈ શકીએ છીએ કે એક તરફ ૬ વકીલો બેઠા છે, ૬ વકીલો બીજી બાજુ બેઠા છે અને એકસાથે બૂમો પાડી રહ્યા છે
નવી દિલ્હી,જસ્ટિસ બીઆર ગવઈએ ફરી એકવાર સુપ્રીમ કોર્ટની સ્થિતિ પર નારાજગી વ્યક્ત કરી છે. અહેવાલ છે કે તેમણે સુપ્રીમ કોર્ટને સૌથી અનુશાસનહીન સ્થળ ગણાવ્યું છે અને તેની તુલના હાઈકોર્ટ સાથે કરી છે. ગયા વર્ષે પણ તેમણે શિસ્તના મુદ્દે સુપ્રીમ કોર્ટ પર સવાલો ઉઠાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે જસ્ટિસ ગવઈ ૨૦૨૫માં CJI એટલે કે ચીફ જસ્ટિસ આૅફ ઇન્ડિયા બનવા જઈ રહ્યા છે.જસ્ટિસ ગવઈએ હાઈકોર્ટની પ્રશંસા કરી છે. સાથે જ તેમણે સુપ્રીમ કોર્ટમાં ઘોંઘાટની પણ વાત કરી છે.
તેમણે કહ્યું હતું કે હું બોમ્બે, નાગપુર અને ઓરંગાબાદ બેન્ચમાં જજ રહી ચૂક્યો છું, પરંતુ મેં સુપ્રીમ કોર્ટ જેવી અનુશાસનહીનતા ક્યાંય જોઈ નથી. અહીં આપણે જોઈ શકીએ છીએ કે એક તરફ ૬ વકીલો બેઠા છે, ૬ વકીલો બીજી બાજુ બેઠા છે અને એકસાથે બૂમો પાડી રહ્યા છે. હાઈકોર્ટમાં આવું ક્યારેય જોવા મળતું નથી. જસ્ટિસ ગવઈએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પણ આ જ પ્રકારની ટિપ્પણી કરી હતી.ss1