પેકેજ્ડ ફૂડ પર વોર્નિંગ લેબલ મુકો: સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

(એજન્સી)નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે ભારતની કેન્દ્ર સરકારને ત્રણ મહિનાની અંદર પેકેજ્ડ ફૂડ પર વોર્નિંગ લેબલિંગ અંગે નવા નિયમો બનાવવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે આ આદેશ એક જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન આપ્યો હતો.
જેમાં દરેક પેક્ડ ખાદ્ય પદાર્થના આગળના ભાગમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આનાથી લોકોને ખબર પડશે કે તે વસ્તુમાં કેટલી ખાંડ, મીઠું કે હાનિકારક ચરબી છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ હેઠળ હૈદરાબાદ સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશનએ ભારતીયો માટે આહાર માર્ગદર્શિકા જારી કરી છે.
એનઆઈએનએ કહ્યું, ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડડ્ર્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના કડક ધોરણો છે, પરંતુ લેબલ પર આપવામાં આવેલી માહિતી ગેરમાર્ગે દોરનારી હોઈ શકે છે.’ આ મામલાની સુનાવણી દરમિયાન કેન્દ્રએ કોર્ટનું ધ્યાન એ સોગંદનામા તરફ દોર્યું જેમાં કહેવામાં આવ્યું હતું કે હિસ્સેદારો સહિત જાહેર જનતા તરફથી વાંધાના સ્વરૂપમાં લગભગ ૧૪,૦૦૦ ટિપ્પણીઓ પ્રાપ્ત થઈ છે અને કેન્દ્રએ વો‹નગ લેબલિંગ અને ડિસ્પ્લે રેગ્યુલેશન્સ ૨૦૨૦માં સુધારો કરવાનો નિર્ણય લીધો છે.