Western Times News

Gujarati News

ગેરબંધારણીય ઠરાવવા મુદ્દે સુપ્રીમે કેન્દ્રનો જવાબ માગ્યો

નવી દિલ્હી, કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટ જનરલ ઓફ ઈન્ડિયાની નિમણૂક પ્રક્રિયાને ગેરબંધારણીય ઠરાવવાની દાદ માગતી અરજીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માગ્યો છે.

કેગની નિમણૂક વડાપ્રધાન અને એક્ઝિક્યુટિવ કમિટી દ્વારા કરવામાં આવે છે. જો કે તેમાં બંધારણીય જોગવાઈઓનો ભંગ થયો હોવાનો દાવો અરજીમાં કરાયો હતો. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન સંસ્થાઓ પર ભરોસો રાખવાની ટકોર કરી હતી. જસ્ટિસ સૂર્યા કાંત અને એન કોટિશ્વર સિંઘની બેન્ચે ઠરાવ્યુ હતું કે, બંધારણની કલમ ૧૪૮માં કેગની નિમણૂકમાં તટસ્થ નિમણૂકની જોગવાઈ છે.

આખરે આપણે આપણી સંસ્થાઓ પર ભરોસો રાખવો જોઈએ. કલમ ૧૪૮માં કેગને સુપ્રીમ કોર્ટના જજ જેટલું જ રક્ષણ મળ્યું છે. અરજદાર એનજીઓ તરફથી એડવોકેટ પ્રશાંત ભૂષણે દલીલ કરી હતી કે, સંસ્થાની સ્વતંત્રતા સામે સવાલ ઊભો થયો છે.

મહારાષ્ટ્ર જેવા ભાજપ શાસિત રાજ્યોમાં કેગના ઓડિટ અટકાવી દેવાયા છે. લાંબા સમયથી કેગની નિમણૂક બહુધા સ્વતંત્ર હતી, પરંતુ રાજ્યો-કેન્દ્રની યોજના તથા જાહેર ક્ષેત્રના એકમોનું ઓડિટ કરતી આ સંસ્થાની સ્વતંત્રતા છેલ્લા કેટલાક સમયથી હણાઈ ગઈ છે.

ભૂષણે દાવો કર્યાે હતો કે, ૨૦૨૩ના વર્ષમાં માત્ર ૧૮ કેગ રિપોર્ટ સંસદ સમક્ષ રજૂ થયા હતા, જ્યારે અગાઉના વર્ષાેમાં ૪૦ રિપોર્ટ રજૂ થતા હતા. હવે કેન્દ્રમાં સત્તા ધરાવતા પક્ષનું જે રાજ્યોમાં શાસન હોય ત્યાં કેગને ઓડિટ માટે પણ મંજૂરી અપાતી નથી.

મહારાષ્ટ્રના કિસ્સામાં ઓડિટની ટીમ તૈયાર હતી, પરંતુ ચૂંટણી પછી ઓડિટ કરવાના હુકમ થયા હતા. બંધારણમાં કેગની હકાલપટ્ટી સામે રક્ષણ અગાઉ સુપ્રીમ કોર્ટના આદેશથી ચીફ ઈલેક્શન કમિશનર અને ઈલેક્શન કમિશનરની નિમણૂક માટે વડાપ્રધાન, વિપક્ષના નેતા અને ભારતના ચીફ જસ્ટિસની પેનલ બનાવવામાં આવી હતી.

કેગની નિમણૂક વડાપ્રધાન અને તેમણે પસંદ કરેલા સભ્યોની સમિતી દ્વારા થાય છે. આ સમિતીએ સૂચવેલા નામને રાષ્ટ્રપતિ મંજૂરી આપે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.