મદરેસાઓ બંધ કરવાના આદેશ પર સુપ્રીમનો સ્ટે
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે સોમવારે મદરેસાઓને લઈને બે મહત્વના નિર્ણયો આપ્યા છે. એક તો કેન્દ્ર અને રાજ્ય સરકારોને મદરેસાઓ બંધ કરવાનો નિર્ણય લેતા અટકાવવામાં આવ્યા હતા. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સએ ૭ જૂન અને ૨૫ જૂને રાજ્યોને આ અંગે ભલામણો કરી હતી.
કેન્દ્રએ આનું સમર્થન કર્યું હતું અને રાજ્યોને આ અંગે પગલાં લેવા જણાવ્યું હતું.બીજું એ કે, કોર્ટે ઉત્તર પ્રદેશ અને ત્રિપુરા સરકારના આદેશ પર પણ સ્ટે મૂક્યો હતો, જેમાં મદરેસામાં ભણતા વિદ્યાર્થીઓને સરકારી શાળામાં ટ્રાન્સફર કરવાના હતા. આમાં બિન-મુસ્લિમ વિદ્યાર્થીઓ અજ્ઞાત મદરેસાઓ તેમજ સરકારી સહાયિત મદરેસામાં અભ્યાસ કરે છે.
વાસ્તવમાં, મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને મનોજ મિશ્રાની બેંચ જમિયત ઉલેમા-એ-હિંદની અરજી પર સુનાવણી કરી રહી હતી. બેંચે કેન્દ્ર સરકાર, એનસીપીસીઆર અને તમામ રાજ્યોને નોટિસ જારી કરીને ૪ અઠવાડિયામાં જવાબ માંગ્યો છે.
બેન્ચે કહ્યું હતું કે આ સ્ટે વચગાળાનો છે. જ્યાં સુધી આ મામલે નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી રાજ્ય મદરેસાઓ સામે કોઈ કાર્યવાહી કરી શકશે નહીં.
બેન્ચે જમિયત ઉલેમા-એ-હિંદને ઉત્તર પ્રદેશ અને ત્રિપુરા અને અન્ય રાજ્યોને પણ અરજીમાં પક્ષકાર બનાવવાની મંજૂરી આપી હતી.
નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન આૅફ ચાઇલ્ડ રાઇટ્સએ ૧૨ આૅક્ટોબરે કહ્યું હતું કે ‘રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ ૨૦૦૯’નું પાલન ન કરતી મદરેસાઓની માન્યતા રદ કરવી જોઈએ અને તેમની તપાસ થવી જોઇએ. એનસીપીસીઆરએ તમામ રાજ્યોને પત્ર લખીને કહ્યું હતું કે મદરેસાઓને આપવામાં આવતું ફંડ બંધ કરવામાં આવે.SS1MS