વક્ફ કાયદા પર કોર્ટમાં 73 અરજીઓ દાખલ જેમાંથી 10 અરજીઓ પર સુનાવણી

(એજન્સી)નવી દિલ્હી, નવા વકફ કાયદા વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ. કોર્ટમાં ૭૩ અરજીઓ દાખલ કરવામાં આવી છે, જેમાંથી આજે દસ અરજીઓ પર સુનાવણી થવાની વાત કહેવામાં આવી હતી. વક્ફ સુધારા કાયદાની માન્યતાને કોર્ટમાં પડકારવામાં આવી છે.
અરજીઓમાં દાવો કરવામાં આવ્યો હતો કે સુધારેલા કાયદા હેઠળ વકફ મિલકતોનું સંચાલન અસામાન્ય રીતે કરવામાં આવશે અને આ કાયદો મુસ્લિમોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. જોકે, સુપ્રીમ કોર્ટે વકફ બિલના અમલીકરણ પર સ્ટે મૂકવાનો ઈનકાર કરી દીધો હતો.
મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના, ન્યાયાધીશ સંજય કુમાર અને ન્યાયાધીશ કે.વી. વિશ્વનાથનનની ત્રણ ન્યાયાધીશોની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે. તાજેતરમાં, કેન્દ્ર સરકારે વક્ફ કાયદામાં સુધારો કર્યો હતો, જેનો અમલ કરવામાં આવ્યો છે. આ અંગે કેટલીક જગ્યાએ વિરોધ પ્રદર્શનો થયા છે અને ઘણી જગ્યાએ હિંસક ઘટનાઓ પણ નોંધાઈ છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તાક્ષર બાદ ૫ એપ્રિલે સંસદમાં ચર્ચા દરમિયાન આ કાયદો પસાર કરવામાં આવ્યો હતો. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ આ મામલે નોંધ લીધી છે કે, આ મુદ્દે સર્જાયેલી હિંસા એ ખૂબ જ હેરાન કરનારો મામલો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે વધુ સુનાવણી આવતીકાલે ગુરૂવારે બપોરે ૨ વાગ્યા સુધી સ્થગિત કર્યો છે.
જસ્ટિસ કુમારે જણાવ્યું હતું કે, અમને એક ઉદાહરણ આપો. શું તિરુપતિ બોર્ડમાં પણ બિન-હિન્દુઓ છે? સીજેઆઈઃ હિન્દુ ચેરિટીઝ એક્ટ મુજબ, કોઈ પણ બહારની વ્યક્તિ બોર્ડનો ભાગ ન હોઈ શકે. તમે કોર્ટને કેમ નિર્ણય લેવા દેતા નથી કે તે વકફ મિલકત છે કે નહીં? એસજીઃ વકફની નોંધણી હંમેશા ફરજિયાત રહેશે. ૧૯૯૫ના કાયદામાં પણ આ જરૂરી હતું.
સિબ્બલ કહી રહ્યા છે કે મુતવલ્લીને જેલમાં જવું પડશે. જો વકફ રજીસ્ટર નહીં થાય તો તે જેલમાં જશે. આ ૧૯૯૫થી છે. સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે, સામાન્ય રીતે, જ્યારે કાયદો પસાર થાય છે ત્યારે અમે હસ્તક્ષેપ કરતા નથી, પરંતુ આ કાયદામાં અપવાદો ઘણા છે. અહીં વક્ફ બાય યુઝરના કિસ્સામાં ઘણી ગંભીર સમસ્યાઓ સર્જાશે. વક્ફ બાય યુઝર ૧૯૪૦થી લાગુ છે. સુપ્રીમ કોર્ટે આ સુનાવણીમાં કેન્દ્ર સરકારને આડે હાથ લીધી હતી.
કેન્દ્ર સરકાર દ્વારા વક્ફ બાય યુઝરની સંપત્તિઓને રદ કરવાની કવાયત પર આકરા સવાલો પૂછ્યા હતાં. ઝ્રત્નૈંએ સ્પષ્ટપણે કહ્યું કે, જો આ સંપત્તિઓને ડિનોટિફાઈ (રદ કરવામાં આવશે, તો તે એક મોટો મુદ્દો બની શકે છે.
સરકાર તરફથી દલીલ કરી રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાને ઝ્રત્નૈંએ પૂછ્યું કે, તમે હજી પણ મારા સવાલનો જવાબ આપી રહ્યા નથી. શું વક્ફ બાય યુઝરની માન્યતા રદ કરવામાં આવશે કે નહીં? જેના જવાબમાં એસજી મહેતાએ કહ્યું કે, જો સંપત્તિ રજિસ્ટર્ડ છે, તો તે વક્ફ ગણાશે. જેના પર ઝ્રત્નૈંએ કહ્યું કે, વક્ફ બાય યુઝર સંપત્તિઓને રદ કરવામાં આવી તો તે ગંભીર મુદ્દો બનશે.
સુપ્રીમ કોર્ટની સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે, વક્ફ સંશોધન બિલ પર વિચાર વિમર્શ માટે જેપીસીની રચના કરવામાં આવી હતી. જેમાં ૩૮ બેઠકો યોજાઈ, ૯૨ લાખ બાબતોની તપાસ કરી. લોકસભા અને રાજ્યસભામાં વક્ફ સંશોધન બિલને મંજૂરી મળ્યા બાદ રાષ્ટ્રપતિએ મહોર લગાવી હતી. નવા વક્ફ કાયદામાં હવે શિયાને પણ સ્થાન મળશે. પહેલા માત્ર સુન્નીને સ્થાન મળતુ હતું.
કપિલ સિબ્બલે પ્રશ્ન ઉઠાવ્યો કે કાયદામાં કલેક્ટરને કઈ જમીન વકફ છે અને કઈ નથી તે નક્કી કરવાની સત્તા આપવામાં આવી છે. જો કોઈ વિવાદ હશે, તો સરકારનો આ માણસ નિર્ણય લેશે, એટલે કે, તે પોતે જ પોતાના કેસમાં ન્યાયાધીશની ભૂમિકા ભજવશે. આ સંપૂર્ણપણે ગેરબંધારણીય છે.
કપિલ સિબ્બલે વક્ફ કાયદાનો વિરોધ કરતા કહ્યું કે પહેલા ફક્ત મુસ્લિમો જ બોર્ડનો ભાગ બની શકતા હતા પરંતુ હવે હિન્દુઓ પણ તેનો ભાગ બનશે. કલમ ૨૬ કહે છે કે બધા સભ્યો મુસ્લિમ હશે. કાયદાના અમલ પછી, વકફ ડીડ વિના કોઈ વકફ ન બનાવી શકાય.
સરકાર કહે છે કે વિવાદના કિસ્સામાં સરકારનો એક અધિકારી તપાસ કરશે. આ ગેરબંધારણીય છે. વકફ કાયદા વિરુદ્ધ દલીલ કરતાં સિબ્બલે કહ્યું કે આ સંપૂર્ણ સરકારી ટેકઓવર છે. તમે કોણ છો એવું કહેવાવાળા કે હું વકફ બાય યૂઝર ન બની શકું. મુસ્લિમોએ હવે વકફ બનાવવા માટે દસ્તાવેજો રજૂ કરવા પડશે.
વરિષ્ઠ વકીલ રાજીવ ધવને કહ્યું કે અરજદારોની દલીલ એ છે કે વક્ફ ઈસ્લામ ધર્મનો આધાર અને ફરજિયાત છે. દાન કરવું ઈસ્લામમાં જરૂરી પ્રથા છે. વક્ફનો સુધારેલો કાયદો રાજ્યની તરફેણમાં છે અને તે ધર્મ પરથી નિયંત્રણ ગુમાવવાનું કારણ બને છે.
વક્ફની મોટાભાગની મિલકતો અને જમીનો ૧૦૦ વર્ષ પહેલા વક્ફ કરવામાં આવી હતી. તો પછી આના પુરાવા ક્્યાંથી લાવીશું. આવા મુદ્દાઓ અનેક રાજ્યોમાં સામે આવશે. સુપ્રીમ કોર્ટે આ મામલે ધ્યાન આપવાની જરૂર છે અને નિર્ણય કરવાની જરૂર છે.
સીજેઆઈ સંજીવ ખન્નાએ કહ્યું કે સરકારે હિન્દુઓના કિસ્સામાં પણ કાયદો બનાવ્યો છે. સંસદે મુસ્લિમો માટે પણ કાયદા બનાવ્યા છે. કલમ ૨૬ ધર્મનિરપેક્ષ છે. આ બધા સમુદાયોને લાગુ પડે છે.