ઈવીએમ ડેટા ડિલીટ ન કરશો ચૂંટણી પંચને સુપ્રીમનો નિર્દેશ

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે ઈવીએમની ચકાસણી અંગે નીતિ ઘડવાની માંગ કરતી અરજીઓ પર સુનાવણી કરી હતી. સીજેઆઈ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે ચૂંટણી પંચને સુનાવણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી ઈવીએમમાં કોઈપણ ડેટા ફરીથી લોડ ન કરવાનો કે ડિલીટ ન કરવાનો નિર્દેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ કોઈ વિરોધ નથી. જો હારેલા ઉમેદવારને સ્પષ્ટતાની જરૂર હોય તો એન્જિનિયર સ્પષ્ટતા કરી શકે છે કે કોઈ છેડછાડ થઈ નથી.
જેથી ચૂંટણી પંચે હવે સુપ્રીમ કોર્ટને ઈવીએમની મેમરી અને માઈક્રો કંટ્રોલર ડિલીટ કરવાની સમગ્ર પ્રક્રિયા વિશે માહિતી આપવી પડશે. કોર્ટે આદેશ આપ્યો કે તેઓ તેનો અમલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમને ખબર નથી કે તમારામાંથી કોણ સાચું છે. અમે ફક્ત જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. કોર્ટે ચૂંટણી પંચને આ મુદ્દે ૧૫ દિવસમાં પોતાનો જવાબ દાખલ કરવા જણાવ્યું છે.
આગામી સુનાવણી ૩ માર્ચથી શરૂ થતા અઠવાડિયામાં થશે.મહત્વનું છે કે, આ અરજી હરિયાણાના ભૂતપૂર્વ મંત્રી કરણ સિંહ દલાલ, ૫ વખતના ધારાસભ્ય લખન કુમાર સિંગલ અને એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. તેમણે કોર્ટને ઈવીએમ તપાસવા માટે એક મજબૂત સિસ્ટમ બનાવવાની વિનંતી કરી હતી.SS1MS