દિલ્હીમાં પ્રદૂષણ અંગેના નિયંત્રણો હળવા બનાવવા સુપ્રીમનો ઇનકાર
નવી દિલ્હી, રાજધાની દિલ્હી અને એનસીઆરમાં પ્રદૂષણને જોતા જીઆરએપીના નિયંત્રણો હળવા કરવાનો સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ ઈન્કાર કર્યાે છે.
આ મામલામાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, જ્યાં સુધી એર ક્વોલિટી ઈન્ડેક્સમાં સતત સુધારો ન થાય ત્યાં સુધી તે જીઆરએપી-૩ કે જીઆરએપી-૨થી નીચેના નિયંત્રણો મુકવાનો આદેશ આપી શકે નહીં. સર્વાેચ્ચ અદાલતે એમ પણ કહ્યું હતું કે સમાજના ઘણા વર્ગાે, જેમ કે મજૂરો અને રોજમદારો, જીઆરએપી-૪ હેઠળ લાદવામાં આવેલા નિયંત્રણોથી ખરાબ રીતે પ્રભાવિત થઈ રહ્યા છે.
આ સિવાય સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને બાંધકામ પર પ્રતિબંધ દરમિયાન કામદારોને રાહત તરીકે તેમની પાસે જમા થયેલા લેબર સેસનો ઉપયોગ કરવા જણાવ્યું હતું.
સુપ્રીમ કોર્ટે નેશનલ કેપિટલ રિજન અને તેની આસપાસના વિસ્તારોમાં કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટને શાળાઓ અને કોલેજોમાં શારીરિક વર્ગાે ફરીથી શરૂ કરવા વિશે વિચાર કરવા જણાવ્યું છે કારણ કે ઘણા વિદ્યાર્થીઓ પાસે ઓનલાઈન વર્ગાેમાં હાજરી આપવા માટે મધ્યાહન ભોજન ઉપરાંત માળખાગત સુવિધાનો અભાવ છે.
દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તામાં થોડો સુધારો થયો છે, પરંતુ ઘણા વિસ્તારોમાં એક્યુઆઈ ૩૦૦ થી ઉપર નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પ્રદૂષણને કારણે બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ધોરણ ૧૨ સુધીની તમામ શાળાઓને બંધ કરી દેવામાં આવી છે અને ઓનલાઈન વર્ગાે ચલાવવા સૂચના આપવામાં આવી છે.
જીઆરએપી-૪ પ્રતિબંધો ખાસ કરીને રાષ્ટ્રીય રાજધાનીમાં બિન-આવશ્યક ચીજવસ્તુઓ વહન કરતી ટ્રકોના પ્રવેશને પ્રતિબંધિત કરવા સંબંધિત છે. ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન, જે સૌપ્રથમ ૨૦૧૭ માં લાગુ કરવામાં આવ્યો હતો, તે પરિસ્થિતિની ગંભીરતા અનુસાર રાજધાની અને આસપાસના વિસ્તારોમાં હવાના પ્રદૂષણ વિરોધી પગલાંનો એક સેટ હતો.SS1MS