ઇન્ટિગ્રેટેડ ડાયગ્નોસ્ટિક ચેઇન સુરક્ષા ડાયગ્નોસ્ટિક્સે IPO લાવવાની તૈયારી કરી
સુરક્ષા ડાયગ્નોસ્ટિક લિમિટેડે સેબીમાં DRHP ફાઇલ કર્યું
ક્રિસિલ રિપોર્ટ મૂજબ નાણાકીય વર્ષ 2023 સુધીમાં ઓપરેટિંગ આવકની દ્રષ્ટિએ પૂર્વ ભારતમાં મુખ્યાલય ધરાવતી સૌથી મોટી ફુલ-સર્વિસ અને ઇન્ટિગ્રેટેડ ડાયગ્નોસ્ટિક ચેઇન સુરક્ષા ડાયગ્નોસ્ટિક્સ લિમિટેડે મૂડી બજાર નિયામક સેબી સમક્ષ તેના પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) માટે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. Suraksha Diagnostic Limited files DRHP with SEBI.
ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ મૂજબ કોલકત્તામાં મુખ્યાલય ધરાવતી કંપનીના પ્રારંભિક જાહેર ભરણામાં સેલિંગ શેરધારકો દ્વારા 19,189,330 સુધીના ઇક્વિટી શેર્સની ઓફર ફોર સેલ સામેલ છે.
આ ઓએફએસમાં ઇન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર ઓર્બીમેડ એશિયા II મોરેશિયસ ફંડ દ્વારા 10,660,737 સુધીના ઇક્વિટી શેર્સ, પ્રમોટર શેરહોલ્ડર્સ – ડો. સોમનાથ ચેટર્જી, રિતુ મિત્તલ અને સતિષ કુમાર વર્મા પ્રત્યેકના 2,132,148 સુધીના ઇક્વિટી શેર્સ તેમજ ઇન્ડિવિડ્યુઅલ સેલિંગ શેરહોલ્ડર્સ – મુન્ના લાલ કેજરીવાલ અને સંતોષ કુમાર કેજરીવાલ દ્વારા અનુક્રમે 799,556 સુધીના ઇક્વિટી શેર્સ અને 1,332,593 સુધીના ઇક્વિટી શેર્સ સામેલ છે.
આ ઓફરનો ઉદ્દેશ્ય સેલિંગ શેરહોલ્ડર્સ દ્વારા 19,189,330 સુધીના ઇક્વિટી શેર્સના ઓફર ફોર સેલ હાથ ધરાવનો તેમજ સ્ટોક એક્સચેન્જીસ ઉપર ઇક્વિટી શેર્સના લિસ્ટિંગના લાભ પ્રાપ્ત કરવાનો છે.
ડો. સોમનાથ ચેટર્જી સહિત સ્વ કિશન કુમાર કેજરીવાલે વર્ષ 1992માં સુરક્ષા બ્રાન્ડ હેઠળ કોલકત્તામાં સંપૂર્ણ વ્યાપક ડાયગ્નોસ્ટિક સેન્ટરની રચના કરી હતી. કંપનીમાં હાલ ડો. સોમનાથ ચેટર્જી જોઇન્ટ મેનેજિંગ ડાયરેક્ટર, રિતુ મિત્તલ જોઇન્ટ મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે, જેઓ પેથેલોજી અને રેડિયોલોજી ટેસ્ટિંગ માટે વન-સ્ટોપ ઇન્ટિગ્રેટેડ સોલ્યુશન તથા વ્યાપક સંચાલકીય નેટવર્ક દ્વારા તેના ગ્રાહકોને મેડિકલ કન્સલ્ટેશન સર્વિસિસ ઓફર કરે છે,
જેમાં ફ્લેગશીપ સેન્ટ્રલ રેફરન્સ લેબોરેટરી અને 8 સેટેલાઇટ લેબોરેટરી (ડાયગ્નોસ્ટિક સેન્ટર્સની સાથે) તથા 194 કસ્ટમર ટચપોઇન્ટ સામેલ છે, જેમાં 48 ડાયગ્નોસ્ટિક સેન્ટર્સ અને 146 સેમ્પલ કલેક્શન સેન્ટર (મુખ્યત્વે ફ્રેન્ચાઇઝી) 31 માર્ચ, 2024 સુધીમાં પશ્ચિમ બંગાળ, બિહાર, આસામ અને મેઘાલય જેવાં રાજ્યોમાં ફેલાયેલા છે.
સુરક્ષા સ્પેશિયાલિટીઝની વિશાળ શ્રેણીને કવર કરતાં 2,300થી વધુ ટેસ્ટ ઓફર કરે છે. નાણાકીય વર્ષ 2024 દરમિયાન તેણે અંદાજે 5.98 મિલિયન ટેસ્ટ કરીને આશરે 1.14 મિલિયન દર્દીઓને સેવા આપી છે.
આઇસીઆઇસીઆઇ સિક્યુરિટીઝ લિમિટેડ, નુવામા વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડ અને એસબીઆઇ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે. ઇક્વિટી શેર્સ બીએસઇ અને એનએસઇ ઉપર લિસ્ટ કરવાની દરખાસ્ત છે.