કોરોના સંક્રમણ વધતા : સુરતથી અમદાવાદ તથા અમદાવાદથી સુરત જતી બસો રદ કરાઈ
![GSRTC st bus gujarat](https://westerntimesnews.in/wp-content/uploads/2020/07/gsrtc-1-scaled.jpg)
પ્રતિકાત્મક
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: સુરતમાં કોરોનાના કેસોમાં ઉતરોત્તર વધારો થઈ રહ્યો છે. તેને કારણે અમદાવાદથી સુરત જતી અને સુરતથી અમદાવાદ આવતી એસ.ટી. બસોને રદ્દ કરી દેવામાં આવી છે. સુરતમાં કોરોના સંક્રમણને કારણે વહીવટી તંત્ર ચિંતામાં મુકાયુ છે. રાજ્યના આોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ અને ઉચ્ચ આરોગ્ય અધિકારીઓ સુરત પહોંચ્યા છે. સુરતમાં કોરોના સંક્રમણ વધતા હીરાઉદ્યોગ ૮ દિવસ માટે બંધ કરાયુ છે. હીરા ઉદ્યોગમાં રત્નકલાકારોને કોરોના થવાના કારણે કેસ વધતા સુરતવાસીઓમાં ફફડાટ ફેલાયો છે. સુરતમાં કોરોનાના કેસ એકાએક વધી રહ્યા છે.
પાછલા આઠ દિવસમાં કોરોનાના ૧૦૦૦ જેટલા કેસો નોંધાતા તંત્રએ કેટલાંક મહ¥વના નિર્ણયો લીધા છે. અનલોક-રમાં એસટી બસો શરૂ કરાઈ છે. પરંતુ સુરતમાં કોરોના સંક્રમણ વધુ ફેલાય નહીં એ માટે અમદાવાદથી સુરત અને સુરતથી અમદાવાદ આવતી તમામ એસ.ટી. બસો બંધ કરી દેવાઈ છે. નવી સુચના આવે નહીં ત્યાં સુધી સુરત સાથેની તમામ બસો રદ્ કરી દેવાઈ છે.