સુરતમાં આર્સેલર મિત્તલ કંપનીથી તાપી પ્રદૂષિત: હાઈકોર્ટે કમિશનર નિમ્યા
આર્સેલર મિત્તલ નિપોન સ્ટીલના પ્રદૂષણથી નદી, જળચર સૃષ્ટિને નુકસાન
અમદાવાદ, આર્સેલર મિત્તલ નિપોન સ્ટીલ લિમિટેડ દ્વારા સુરત જિલ્લામાં વિવિધ જગ્યાઓ પર તેનુ પ્રદુષિત પાણી તાપી નદીમાં છોડવામાં આવે છે તેવા આક્ષેપ સાથે થયેલી જાહેરહિતની અરજીમાં હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે આદેશ કર્યો છે કે, Surat Arcellor Mittal factory tapi river polluted
આ કેસમાં તપાસ માટે આઈઆઈટી ગાંધીનગરને કોર્ટ કમિશનર તરીકે નિમવામાં આવે છે. જે તપાસ કરીને તેનો રિપોર્ટ રજૂ કરે. હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે કે, કોર્ટ કમિશનર સ્થળ પર જઈને તપાસ કરે કે કંપની દ્વારા પ્રદુષિત પાણી છોડવામાં આવે છે ખરુ ? જાે કંપની દ્વારા જે પ્રદુષિત પાણી તાપી નદીમાં છોડાય છે
તે કાયદા મુજબ નકકી કરાયેલા ધારાધોરણ મુજબ છે કે નહીં ? હાઈકોર્ટ એ પણ સ્પષ્ટ નિર્દેશ આપેલો છે કે, તમામ પક્ષકારો કોર્ટ કમિશનરને તપાસમાં મદદ કરે. એક પણ પક્ષકાર કોર્ટ કમિશનરની તપાસમાં કોઈપણ પ્રકારના અવરોધ ઉભા કરે નહી.
કંપનીને જીપીસીબી દ્વારા કલીનચીટ આપવાના પ્રયાસથી અરજદારના વકીલે રજુઆત કરેલી કે જીપીસીબીના વકીલ એએમએનએસના વકીલ હોય તે રીતે રજુઆત કરે છે.
જેથી હાઈકોર્ટે આ કેસમાં તપાસ માટે કોર્ટ કમિશનર નિમવાનું નકકી કરતા, જીપીસીબીએ રજુઆત કરેલી કે, તેનો રિપોર્ટ રજૂ થાય ત્યાં સુધી રાહ જુઓ. બીજી તરફ એએમએનએસના વકીલે પણ રજુઆત કરેલી કે, તેમને પણ રિજાેઈન્ડર રજુ કરવા માટે સમય આપી આ પછી કોર્ટ કમિશનર નીમાય તો વધુ યોગ્ય રહેશે. કંપની ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જનો સંપૂર્ણ અમલ માર્ચ- ર૦ર૩ સુધીમાં કરશે. હાલ નિર્ધારિત ધારાધોરણ મુજબ પ્રદુષિત પાણી છોડે છે.