લોકોની આરોગ્ય લક્ષી સુવિધામાં વધારો થશે: ગરીબ દર્દીઓને મળશે ટોકન દરે સારવાર
● ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા ગરીબ દર્દીઓ માટે “અટલ સંવેદના ચિકિત્સાલય” નું લોકાર્પણ કરવામાં આવ્યું.
● મજુરા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય તરીકે વિસ્તારના લોકો માટે શ્રી હર્ષ સંઘવીનું અનુકરણીય પગલું
તારીખ ૧૩ ઓક્ટોબર, ગુરૂવારના રોજ ૧૬૫ મજુરા વિધાનસાભાના ધારાસભ્ય અને રાજ્યના ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા તેમના મત વિસ્તારના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની આરોગ્ય લક્ષી સુવિધાઓ માટે “અટલ સંવેદના ચિકિત્સાલય”નુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
વિસ્તારના ધારાસભ્ય તરીકે પ્રજાના પ્રશ્નો અને સમસ્યાઓના નિવારણ સાથે તેમની મૂળભૂત સુવિધાઓની ચીંતા કરવી એ શ્રી હર્ષભાઈ સંઘવીનો સહજ સ્વભાવ છે.
આરોગ્ય એ લોકોની મૂળભૂત જરૂરિયાત છે. વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને તેમના ઘરથી નજીક બિમારીમાં નિદાન મળી રહે તે હેતુથી શ્રી હર્ષભાઇ સંઘવીની પ્રેરણાથી આ “અટલ સંવેદના ચિકિત્સાલય” શરુ કરવામાં આવ્યું છે.
આ તકે શ્રી હર્ષભાઈ એ જણાવ્યું હતું કે આ ક્લિનિકમાં નિષ્ણાંત ડોક્ટર દ્વારા વિવિધ બિમારીઓમાં યોગ્ય નિદાન, સુગર-બ્લડ પ્રેસર ચેકઅપ, નાની-મોટી ઈજાઓમાં ડ્રેસીંગ અને સ્ટીચીસ તેમજ પ્રાથમિક બિમારીઓની દવાઓ પણ આ ચિકિત્સાલયમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. આગામી દિવસોમાં વધુ લોકો અને વધુ સુવિધાઓ આ ચિકિત્સાલયમાં આપવામાં આવશે.
આમ વિસ્તારના જાગૃત ધારાસભ્ય તરીકે શ્રી હર્ષભાઈના આ કાર્યને વિસ્તારના લોકો દ્વારા વખાણવામાં આવી રહ્યું છે, કાર્યકર્તાઓ દ્વારા શ્રી હર્ષભાઇને ખભા પર ઊંચકીને અભિવાદન કરવામાં આવ્યું. વડીલો અને ગરીબ દર્દીઓ દ્વારા આ પહેલ માટે શ્રી હર્ષભાઈનો આભાર માનવામાં આવી રહ્યો છે.