Bardoli કન્યા શાળાનો વિચિત્ર કિસ્સો: એક વિદ્યાર્થિની માંદી પડતા તમામ છાત્રાઓ પર કરાવી તાંત્રિક વિધિ

સુરત, બારડોલીના મઢી ગામે શિક્ષણના ધામમાં અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો. ગામની વાત્સલ્યધામ કન્યા છાત્રાલય આશ્રમ શાળામાં વિચિત્ર ઘટના ઘટી છે. surat bardoli kanya shala tantrik vidhi on all girls
આશ્રમ શાળાની વિદ્યાર્થિનીની રાત્રે અચાનક તબિયત બગડતા સારવાર કરવાના બદલે ગૃહમાતાએ તાંત્રિક અને ભૂવા પાસે લઇ જઇ પીંછી નંખાવી હતી.
આ ઉપરાંત હાથે દોરા ધાગા બંધાવી દીધા હતા. નવાઇ વાત તો એ છે કે, અન્ય કોઇ વિદ્યાર્થિનીની તબિયત ફરી ન બગડે તે માટે ગૃહમાતાએ તમામ ૧૪૦ વિદ્યાર્થિનીઓની પણ વિધિ અને દોરાધાગા કરાવી દીધા હતા.
આ રીતે ગૃહમાતાએ અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીનીઓને અંધશ્રદ્ધાને તાબે થવાની ફરજ પાડી હતી. ઉત્તર બુનિયાદી કન્યા છાત્રાલયમાં ધોરણ નવથી બારની લગભગ ૧૪૦ વિદ્યાર્થિનીઓ અહીં અભ્યાસ કરે છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, મઢી ગામની વાત્સલ્યધામ કન્યા છાત્રાલય આશ્રમ શાળામાં થોડા દિવસ પહેલા એક વિદ્યાર્થિનીની તબિયત બગડી હતી. જેના કારણે તે બૂમો પાડીને ધમાલ કરવા લાગી હતી. આવું દ્રશ્ય જાેઇને અન્ય વિદ્યાર્થિનીઓ ડરી ગઇ હતી.
આ અંગેની જાણ આશ્રમશાળાના ગૃહમાતા ત્યાં આવ્યા હતા. તેઓ જે વિદ્યાર્થિનીને સારવાર માટે દવાખાનામાં લઇ જવાને બદલે નજીકનાં ગામમાંથી એક વ્યક્તિને બોલાવી આખી વાત જણાવી હતી. જે બાદ આ ભગત કહેવાતા વ્યક્તિએ કહ્યુ હતુ કે, આ વિદ્યાર્થિની પર ભૂતનો પડછાયો છે. જેથી તેની પીંછીં નાંખીને વિધિ કરવી પડશે.
જે બાદ આ વિદ્યાર્થિનીની વિધિ કરાવી હતી. આ વાત આટલેથી જ ન અટકતા તેની સાથેની તમામ વિદ્યાર્થિનીઓને પણ પીંછી નાંખીને હાથમાં દોરા બાંધી દીધા હતા. આવી જ એક અંધશ્રદ્ધા છોટાઉદ્દેપુરના નાની ઉન ગામમાં પણ વ્યાપેલી છે. થોડા સમય પહેલા આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો.
છોટાઉદેપુરની આ શાળા ગામના સ્મશાન નજીક આવેલી આ છે. જેના કારણે, શાળાના બાળકો તો ઠીક પણ શાળાના શિક્ષકો પણ અહીં આવતા ડરી રહ્યા છે. શાળાના બાળકો અને શિક્ષકો સૌ કોઇ કહે છે કે, તેમને અહીં ચિત્ર વિચિત્ર અવાજાે સંભળાય છે. તો કોઇ કહે છે કે તેમને ઝાંઝરનો અવાજ સંભળાય છે. તો, કોઇને દરવાજા ખખડવાનો અવાજ સંભળાય છે. આવી ભેદી ઘટનાઓને લીધે આ શાળામાં માત્ર નામના જ વિદ્યાર્થીઓ આવે છે.SS1MS