Western Times News

Gujarati News

સુરતની સ્પેશિયાલિટી કેમિકલ ઉત્પાદક કંપની એઇથર ઇન્ડસ્ટ્રીઝનો IPO 24 મે 2022ના રોજ ખુલશે

Aether Promoters

પ્રત્યેક ઇક્વિટી શેર દીઠ Rs.610 થી Rs.642 પ્રાઇઝ બેન્ડ નક્કી કરવામાં આવી

અમદાવાદ, 20 મે 2022: સુરત સ્થિત એઇથર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“કંપની”)એ પોતાના પ્રથમ પબ્લિક ઑફર માટે પ્રત્યેક શેર દીઠ Rs.610 થી Rs.642 પ્રાઇઝબેન્ડ નક્કી કરી છે. Surat based Aether Industries Limited’s Initial Public Offering to open on May 24 2022- sets price band at Rs 610 to Rs 642 per Equity Share

કંપનીની આ ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ (“IPO” અથવા “ઑફર”) સબ્સ્ક્રિપ્શન માટે મંગળવાર, 24 મે 2022ના રોજ ખુલશે અને ગુરુવાર, 26 મે 2022ના રોજ બંધ થશે. રોકાણકારો ઓછામાં ઓછા 23 ઇક્વિટી શેર માટે બીડ કરી શકે છે અને ત્યારબાદ 23 ઇક્વિટી શેરના ગુણાંકમાં વધુ બીડ કરી શકે છે.

આ IPOમાં કુલ Rs. 627 કરોડના ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યુ અને 2,820,000 ઇક્વિટી શેર સુધી ઑફર ફોર સેલ (OFS) સામેલ છે.

આ ઑફર બુક બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં પાત્રતા ધરાવતા સંસ્થાગત ખરીદદારોને ઑફરના 50% કરતાં વધારે ફાળવણી કરવામાં આવશે નહીં અને બિન-સંસ્થાગત બીડર્સને ફાળવણી માટે ઓછોમાં ઓછો 15% હિસ્સો ઑફર માટે ઉપલબ્ધ રાકવામાં આવશે અને રીટેઇલ વ્યક્તિગત બીડર્સ માટે ઑફરના ઓછામાં ઓછો 35% હિસ્સો ઉપલબ્ધ રહેશે.

ઉપરાંત, કંપની 2,024,921 ઇક્વિટી શેરના ખાનગી પ્લેસમેન્ટ દ્વારા રૂ. 130 કરોડ એકત્ર કરી રહી છે જે IIFL સ્પેશિયલ ઓપર્ચ્યુનિટીઝ ફંડ – સિરિઝ 9 અને 10, SBI ફંડ મેનેજમેન્ટ લિમિટેડ, ઇન્ડિયા એક્રોન ફંડ લિમિટેડ અને અશોકા ઇન્ડિયા ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ પીએલસી અને રેજેન્ટ્સ ઓફ ધ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા – IIFL એસેટ મેનેજમેન્ટ લિમિટેડને ફાળવવામાં આવ્યા છે.

એઇથર ઇન્ડસ્ટ્રીઝ ભારતમાં સ્પેશિયાલિટી કેમિકલ ઉત્પાદક છે જે એડવાન્સ્ડ ઇન્ટરમીડિએટ્સ અને જટિલ અને અલગ રસાયણોમાં સામેલ તેમજ ટેકેનોલોજી અને મૂળભૂત યોગ્યતામાં સામેલ સ્પેશિયાલિટી કેમિકલ્સના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

31 માર્ચ 2022 સુધીમાં, કંપનીના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં 25થી વધારે પ્રોડક્ટ્સ સામેલ છે. સુરત સ્થિત આ કંપની ભારતમાં 4MEP, MMBC, T2E, OTBN, NODG, DVL અને બાઇફેનથ્રીન આલ્કોહોલનું ઉત્પાદન કરતી એકમાત્ર કંપની છે અને જથ્થાને ધ્યાનમાં રાખતા દુનિયામાં 4MEP, T2E, NODG અને HEEP ની સૌથી મોટી ઉત્પાદક છે; ચાર વર્ષ પહેલાં ચીનમાંથી ભારતમાં 4MEP, T2E, MMBC, NODG, BFA, OTBN, NMDG અને DVL ની આયાત કરવામાં આવતી હતી પરંતુ હવે એઇથર આ પ્રોડક્ટ્સનું ચીનમાં વેચાણ કરે છે.

કંપની સુરતમાં સચીન (ગુજરાત, ભારત) ખાતે બે સાઇટ ધરાવે છે. પ્રારંભિક મેન્યુફેક્ચરિંગ સુવિધા 3,500 ચોરસ મીટર જગ્યામાં છે જ્યાં R&D, એનાલિટિકલ સાયન્સિસ લેબોરેટરી, એક પાઇલટ પ્લાન્ટ, CRAMS સુવિધા અને હાઇડ્રોજીનેશન સુવિધા છે. બીજી મેન્યુફેક્ચરિંગ સુવિધા મોટાપાયાની મેન્યુફેક્ચરિંગ સુવિધા છે જે 10,500 ચોરસ મીટરમાં છે અને તેમાં 16 પ્રોડક્શન સ્ટ્રીમ છે. તેમાં 6,096 MT પ્રતિ વર્ષની સ્થાપિત ક્ષમતા છે અને તેને ત્રણ બિલ્ડિંગમાં (અને એક SRP પ્લાન્ટ સ્ટ્રીમમાં) વિભાજિત કરેલી છે.

31 ડિસેમ્બર 2021ના રોજ પૂરા થતા નવ મહિનામાં, એઇથર ઇન્ડસ્ટ્રીઝે પોતાની કામગીરીઓમાંથી થતી આવક રૂપિયા 442.54 કરોડ અને ચોખ્ખો નફો રૂ. 82.91 કરોડ નોંધાવ્યા છે. કામગીરીઓમાંથી થતી કંપનીની આવક નાણાકીય વર્ષ 2021માં 49.04% વધીને 449.82 કરોડ રૂપિયા થઇ છે જે નાણાકીય વર્ષ 2020માં રૂ. 301.81 કરોડ રૂપિયા હતી, જ્યારે નાણાકીય વર્ષ 2021માં નફો 77.98% વધીને રૂ. 71.12 કરોડ થયો છે જે નાણાકીય વર્ષ 2020માં રૂ. 39.96 કરોડ હતો.

HDFC બેંક લિમિટેડ અને કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ આ ઇશ્યુના બુક રનિંગ લીડ મેનેજર છે અને લિંક ઇનટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ઑફરના રજિસ્ટ્રાર છે. ઇક્વિટી શેર BSE અને NSE પર લિસ્ટ કરવા માટે પ્રસ્તાવિત છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.