સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી નવજાત બાળકની ચોરી
(એજન્સી)સુરત, સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં નવી સિવિલ હોસ્પિટલમાં બાળક ચોરાયું હોવાની ઘટના બની છે. નવી સિવિલ હોસ્પિટલમાંથી નવજાત બાળક ચોરાયું છે. સિવિલમાં આવેલા સીઝર વોર્ડમાંથી બાળક ચોરાયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
એક અજાણી મહિલાએ બાળકને લઈને ફરાર થઇ ગઇ છે. આ મામલે હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.હોસ્પિટલમાંથી નવજાત બાળકોની ચોરીની ઘટનાઓ અવારનવાર પ્રકાશમાં આવતી હોય છે, ત્યારે હવે ફરી એક એવી જ ઘટના સુરત સિવિલ હોસ્પિટલમાં સામે આવી છે.
સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકની ચોરી થઇ હોવાની ઘટના સામે આવતાં તંત્ર દોડતું થયું છે. બાળકને જન્મ આપ્યા બાદ હજુ તો માતા નવજાત સંતાન સાથે હોસ્પિટલમાં જ હતી અને પરિવારમાં ખુશીની લહેર છવાઇ હતી, ત્યાં જ હોસ્પિટલ તંત્રની બેદરકારીને લીધે આ બાળકની ચોરી થઇ છે.
સીસીટીવી કેમેરા અને સિક્યોરિટી ગાર્ડનો ખડકલો હોવા છતાં કોઇ અજાણી મહિલા વોર્ડમાંથી નવજાત બાળકને કેવી રીતે લઇ જઇ શકે, તેવો એક ગંભીર સવાલ ઉભો થાય છે.
નવી સિવિલ હોસ્પિટલમાં આવેલા સીઝર વોર્ડમાંથી બાળક ચોરાયું છે. કોઇ અજાણી મહિલા આ વોર્ડમાં આવે છે અને બાળકને લઇને ચૂપચાપ ફરાર થઇ જાય છે. આ સમગ્ર ઘટના સામે આવતાં હોસ્પિટલનું તંત્ર દોડતું થયું છે. જ્યારે હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં પણ આ મહિલા કેદ થઇ છે. જેમાં જાેઇ શકાય છે કે કેવી રીતે મહિલા હોસ્પિટલમાંથી બાળકની ચોરી કરીને ફરાર થઇ રહી છે.