Western Times News

Gujarati News

Surat:સગીર સાથે શારીરિક શોષણ કરનાર યુવતી સામે ફરિયાદ

સગીરને પ્રેમજાળમાં ફસાવી,શારીરિક શોષણ કરી ૧૨ લાખ પડાવ્યા

પ્રેમમાં દગાખોરી કરી શોષણ કરનાર યુવતી સામે સગીરે પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે 

સુરત, સુરત શહેરમાં અજીબો-ગરીબ કિસ્સો સામે આવ્યો છે. સગીરને પ્રેમમાં ફસાવીને અડાજણની યુવતીએ શારીરિક શોષણ કર્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કોલેજની ફી અને સરકારી નોકરીના બહાને ૧૨ લાખ પડાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. પ્રેમમાં દગાખોરી કરી શોષણ કરનાર યુવતી સામે સગીરે પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે. Surat: Complaint against girl who physically abused a minor

સુરતના કતારગામાના સગીરને યુવતીએ પ્રેમ જાળમાં ફસાવી શારીરિક શોષણ કર્યું છે. અમદાવાદ અને ગાંધીનગરની હોટલમાં લઈ જઈ શરીર સંબંધ બાંધ્યાનો પણ સીગીરે આક્ષેપ કર્યો છે. કતારગામમાં રહેતા યુવકની હાલની ઉંમર ૨૩ વર્ષ છે પરતું વર્ષ ૨૦૧૫માં યુવકની ઉંમર ૧૫ વર્ષની હતી ત્યારે આ ઘટના ઘટી છે.

સમૂહ લગ્નમાં અડાજણની યુવતી સાથે તેની મુલાકાત થઈ હતી. ત્યારબાદ વતનમાં પણ એક સામાજિક પ્રસંગમાં બંનેનો ભેટો થયો હતો. બંને વચ્ચે મોબાઈલ નંબરોની આપ-લે થઈ હતી જે બાદ સોશિયલ મીડિયા પર બંને વચ્ચે ચેટિંગ શરૂ થયું હતું. બંન્ને વચ્ચે સબંધ ૬ વર્ષથી ચાલી રહ્યો હતો. દગો થયાનું સામે આવતા સગીર આઘાતમાં સરી પડ્યો હતો. આઘાતમાંથી બહાર આવતા યુવકે ફરીયાદ કરી છે.

યુવતીએ ફોન પર જ સગીરને પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો હતો તેમજ યુવતીથી ચાર વર્ષ નાનો હોય સગીરે પ્રેમનો પ્રસ્તાવ અસ્વીકાર કર્યો હતો.સગીરને લઈ યુવતી થિયેટરમાં પિક્ચર જાેવા માટે પણ ગઈ હતી અને થિયેટરમાં પણ સગીર જાેડે યુવતીએ બીભત્સ હરકતો કર્યાનો આક્ષેપ કરાયો છે.

યુવતીએ લગ્નની વાત કરી સગીરને ગાંધીનગર અને અમદાવાદ બોલાવી હોટલોમાં લઈ જઈ વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા જે બાદ યુવતીએ સગીર સાથે દગો કર્યો હતો. ત્યારબાદ તેણે અન્ય યુવક સાથે લગ્ન કરી લીધા હતા.
સગીરે ફોન કરતાં ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. કોલેજની ફી ભરવાના બહાને અને સરકારી નોકરી મેળવવાના બહાને સગીર પાસેથી રૂપિયા ૧૨ લાખ પડાવી લીધા હતા.

જે પૈસા પરત માંગતા સગીરને ધમકી આપવામાં આવી હતી. માત્ર રૂપિયા પડાવવા સગીર સાથે યુવતી દ્વારા પ્રેમનું નાટક કરી શારીરિક શોષણ કર્યું હતું. જ્યાં શારીરિક શોષણનો ભોગ બનેલા અને ડિપ્રેશનમાં રહેતા યુવકે પોલીસ કમિશનરમાં ફરિયાદ કરી છે. યુવતી વિરુદ્ધ પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધવા માંગ કરી છે. સમગ્ર કિસ્સો સુરત શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.