સુરત કોંગ્રેસના કાર્યકરોએ મનપા અને LIC કચેરી પર ધરણાં
સુરત મનપા-વિધાનસભાની ચૂંટણીમાં ઝીરો થઈ ગયેલી કોંગ્રેસ ડ્રાફ્ટ બજેટમાં કરવામાં આવેલા વેરા બાદ અચાનક જાગી
સુરત, સુરત શહેર કોંગ્રેસ દ્વારા સુરત મહાનગરપાલિકા અને એલઆઇસી કચેરી ખાતે એક જ સમયે બે અલગ અલગ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પાલિકા કચેરીએ વેરા વધારાનો વિરોધ કર્યા બાદ કોંગ્રેસના નેતાઓ એલઆઈસીકચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા.
સુરત મહાનગરપાલિકા અને વિધાનસભાની ચૂંટણીમાં ઝીરો થઈ ગયેલી કોંગ્રેસ ડ્રાફ્ટ બજેટમાં કરવામાં આવેલા વેરાબાદ અચાનક જાગી ગઈ છે. આ ઉપરાંત હાલમાં અદાણી ગ્રુપમાં એલઆઈસી દ્વારા જે રોકાણ કરવામાં આવ્યું છે તે અંગે પણ વિવિધ માંગણી સાથે કોંગ્રેસે મોરચા પ્રદર્શન શરૂ કર્યું છે.
સુરત શહેર કોંગ્રેસના નેતાઓ સવારે પાલિકા કચેરી પહોંચ્યા હતા. સુરત પાલિકા કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા ડ્રાફ્ટ બજેટમાં ૩૦૭ કરોડ રૂપિયાનો વેરા અને યુઝર્સ ચાર્જમાં વધારો ભાજપ શાસકોના ઈશારે કરાયા હોવાનો આક્ષેપ કર્યો હતો.
કોંગ્રેસે આ અંગે આવેદનપત્ર આપીને માંગણી કરતા કહ્યું છે કે સુરતની પ્રજા પર સૂચન કરવામાં આવેલા વેરા તાત્કાલિક ધોરણે નાબૂદ કરવા જાેઈએ. સુરતમાંથી ૨૦૦૭માં રાજ્ય સરકારના ઇશારે નાબૂદ કરવાનો ર્નિણય સુરત મહાનગરપાલિકા માટે ઘાતક સાબિત થઈ રહ્યો છે. ઓકટોઇની અવેજીમાં ગ્રાન્ટ લાવવામાં ભાજપ શાસકો નિષ્ફળ રહ્યા છે તેથી સુરતની પ્રજા પર વેરો વધારવામાં આવી રહ્યો છે તે સાખી લેવામાં નહીં આવે.
સુરત પાલિકા કચેરી ખાતે વેરાવધારા સામે ધરણા કર્યા બાદ કોંગ્રેસના નેતાઓ તરત જ એલ.આઇ.સી કચેરી ખાતે ગયા હતા.
અદાણી ગ્રુપમાં એલઆઇસી દ્વારા કરવામાં આવેલા રોકાણો અને ત્યારબાદ થયેલા વિભાગ અંગે તેઓએ કેટલીક માંગણીઓ કરી હતી. જેમાં સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ દ્વારા નિષ્પક્ષ તપાસ અથવા હિડનબર્ગના અહેવાલ અંગે સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસ
અને એલઆઈસી અને એસબીઆઈ અન્ય બેંક દ્વારા અદાણી ગ્રુપમાં થયેલ રોકાણો અંગે સંસદમાં ચર્ચા અને રોકાણકારોની સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવા ની રજૂઆત કરી હતી. ત્યારબાદ એલ.આઇ.સી કચેરી બહાર હલ્લાબોલ કરી હાય રે મોદી હાય હાય” હાય રે અદાણી હાય હાય પબ્લિકના પૈસા પાછા લાવો પાછા લાવો પાછા લાવો જેવા વિગેરે સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો.