મધ્યમ વર્ગીય પરિવારની ધૃવીએ નાસા યુનિવર્સટીમાં સ્થાન મેળવ્યુ
સુરત, વિશ્વની વિખ્યાત વૈજ્ઞાનિક બનવા માટેની નાસા યુનિવર્સિટીમાં સુરતની દિકરી પસંદગી પામી છે. સુરતના વરાછાની ધૃવી જસાણી આકરી મહેનત કરીને અમેરીકાની નાસા યુનિવર્સિટીમાં સિલેકશન પ્રાપ્ત કર્યુ છે. સમગ્ર દેશમાંથી માત્ર બે વિદ્યાર્થીને જ નાસામાં સિલેકશન મેળવ્યુ છે. તેમાં એક સુરતની ધૃવી જસાણીનો સમાવેશ થાય છે.
ધૃવીની આ સિધ્ધીને લઈ ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયા પણ તેમને શુભેચ્છા આપવા તેના ઘરે પહોંચ્યા હતા. ધૃવીના પિતા હેન્ડલુમનું કામ કરે છે. જ્યાંરે માતા હાઉસવાઈફ છે. સુરતના વરાછા રોડવિસ્તારમાં મધ્યમ વર્ગના પરિવારમાંથી આવતી ધૃવી જસાણીએ નાસા યુનિવર્સિટીમાં એમિશન મેળવ્યુ છે.
હવે તે આગામી દિવસોમાં અમેરીકા ખાતે નાસામાં જશે. તેમાં જે સ્પેસ યાત્રીઓ અવકાશમાં જતાં હોય છેત્યારે તેેઓને કઈ રીતે વિશેષ સુવિધાઓ પશ્રૂરી પાડવાની હોય છે તે માટેની ઉપલબ્ધી હાંસલ કરી હતી.