Western Times News

Gujarati News

સુરત ડાયમંડ બુર્સની ઓફિસ બિલ્ડિંગ હવે વિશ્વમાં સૌથી મોટી બિલ્ડિંગોમાં સ્થાન

સુરત, સુરતમાં હીરા ઉદ્યોગના કેન્દ્ર અને આ ઇન્ડસ્ટ્રીની શાન સમાન સુરત ડાયમંડ બુર્સએ એક એવી સિદ્ધિ મેળવી છે જેની સામે દુનિયાની ટોચની સંસ્થાઓ પણ વામણી લાગે છે.

સુરત ડાયમંડ બુર્સની ઓફિસ બિલ્ડિંગ હવે વિશ્વમાં સૌથી મોટી બિલ્ડિંગોમાં સ્થાન પામે છે. એટલું જ નહીં અમેરિકાનું ડિફેન્સ મંત્રાલય જેના માટે જાણીતું છે તે પેન્ટાગોનની બિલ્ડિંગ કરતા પણ SDB ઓફિસ બિલ્ડિંગ મોટી છે. દુનિયામાં વેચાતા દર ૧૧ ડાયમંડમાંથી ૯ ડાયમંડ સુરતમાં પોલિશ થયા હોય છે.

હવે આ શહેરે વધુ એક સિદ્ધિ મેળવી છે. ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ દ્વારા સુરત ડાયમંડ બુર્સને પ્લેટિનમ ગ્રીન બિલ્ડિંગ તરીકે પ્રમાણિત કરવામાં આવી છે. SDB ઓફિસ બિલ્ડિંગ ૬૭,૨૮,૬૦૪ ચોરસ ફૂટનો વિશાળ બિલ્ટ-અપ એરિયા ધરાવે છે. જ્યારે અમેરિકામાં હાલની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ પેન્ટાગોનનો બિલ્ટ અપ એરિયા ૬૬,૭૩,૬૨૪ ચોરસ ફૂટ છે.

એટલું જ નહીં, જીડ્ઢમ્ની બિલ્ડિંગ એક ગ્રીન બિલ્ડિંગ છે અને ઓછામાં ઓછું પ્રદૂષણ પેદા થાય તે રીતે તૈયાર કરવામાં આવી છે. SDB કોર કમિટીના ચેરમેન વલ્લભ લાખાણીએ જણાવ્યું કે, વિશ્વના ૯૦ ટકા ડાયમંડ સુરતમાં મેન્યુફેક્ચર થાય છે. પરંતુ ટ્રેડિંગ માટે અમારે મુંબઈ જવું પડે છે.

ટ્રેડિંગ હબ તરીકે અમને એક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર હતી. આ સમગ્ર વિશ્વમાં સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ છે અને અમે ભવિષ્યને ધ્યાનમાં રાખીને પ્લાન કર્યું છે. ડિસેમ્બર ૨૦૧૭માં બિન-નફાકીય હેતુઓ સાથે જીડ્ઢમ્એ એક કંપનીની રચના કરી હતી.

કોવિડના કારણે બે વર્ષ ગુમાવવામાં આવ્યા હોવા છતાં આ પ્રોજેક્ટ તાજેતરમાં સંપૂર્ણ રીતે પૂરો થયો છે. સુરત ડાયમંડ બુર્સમાં ૧૫-૧૫ માળના નવ ટાવર છે અને તેને એક સ્પાઈન કોરિડોરથી જાેડવામાં આવ્યા છે જેમાં ૪૫૦૦ ઓફિસ છે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ ૩૨૦૦ કરોડની આસપાસ આવ્યો છે અને તે ડાયમમંડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઈલ (ડ્રીમ) સિટીમાં ૩૫.૫૪ એકર જમીન પર પથરાયેલ છે.

SDBના સીઈઓ મહેશ ગઢવીએ જણાવ્યું કે સુરત ડાયમંડ બુર્સ એક પ્રિ-સર્ટિફાઈડ બિલ્ડિંગ છે. તે આટલી વિશાળ ઓફિસ હોવા છતાં તેની ડિઝાઈન એવી છે કે દરેક વ્યક્તિ વધુમાં વધુ છ મિનિટમાં તેની ઓફિસ પર પહોંચી શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.