એકસાથે 250થી વધુ ઓફિસો શરૂ થઈ સુરત ડાયમંડ બુર્સમાં
સુરત, અષાઢી બીજના શુભ દિવસથી સુરત ડાયમંડ બુર્સમાં એકસાથે રપ૦થી વધુ ઓફિસો શરૂ કરવામાં આવી છે. હીરાઉદ્યોગમાં મંદીને કારણે સુરત ડાયમંડ બુર્સ ઝડપથી ધમધમતું થઈ શકયું નથી. જોકે બજારમાં તેજી આવવા સાથે એસડીબીમાં એક પછી એક ઓફિસો ખુલવા માંડશે. Surat Diamond market
દિવાળી સુધીમાં એસડીબીમાં ૧,૦૦૦ ઓફિસ શરૂ કરવાની નેમ છે. બીજી બાજુ એસડીબીમાં નાના વેપારી અને દલાલો માટે પણ વિશેષ વ્ય્વસ્થા કરવામાં આવી છે. તેઓ માટે એસડીબીના હોલમાં પ૦ ફૂટની કેબિન તેમજ ફકત ટેબલ મૂકી પણ વેપાર કરી શકાય તે પ્રકારની સુવિધા પૂરી પાડવામાં આવશે. જેમાં રપ૦ જેટલી કેબિન બનાવવા સાથે પ૦૦ ટેબલ મૂકી શકાશે અને વહેલા તે પહેલાના ધોરણે અહીં આવનારા એસડીએના સભ્યોને વેપાર કરવા માટેની તક પૂરી પાડવામાં આવશે.
સુરત ડાયમંડ બુર્સના ચેરમેન અને સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે એસડીબીમાં સારામાં સારું ઈન્ફ્રાસ્ટ્રકચર છે વેપારીઓ અહીં ઓફિસો શરૂ કરવા પણ ઈચ્છે છે, પરંતુ મંદીને કારણે હાલ વેપારીઓ મુંઝવણમાં છે વર્ષ ર૦રરમાં એકસપોર્ટનો આંકડો ર૩ બિલિયન સુધીનો હતો જે વર્ષ ર૦ર૩માં ઘટીને ૧૬ બિલિયન થયો છે અને હાલ પણ હીરાઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે. હીરાઉદ્યોગની મંદી પાછળ લેબગ્રોન ડાયમંડ પણ કારણભૂત છે. મંદી બાદ તેજી આવવાનો નિયમ છે.