સુરતના હીરા ઉદ્યોગમાં મોટું અને કાપડમાં ટૂંકું વેકેશન
સુરત, સુરતમાં દિવાળી વેકેશન શરૂ થઈ ચૂકયું છે. શાળાઓ-કોલેજોમાં તો વેકેશન ચાલુ સપ્તાહથી શરૂ થયું છે. હીરામાં હવે વેકેશન થયું છે. હીરામાં હવે વેકેશન પડયું છે. કાપડ ઉદ્યોગમાં તેજીનો માહોલ હોવાની સપ્તાહ બાદ માર્કેટો ધમધમશે તો મિલોને દસેક દિવસનો સમય લાગશે તો બીજી તરફ હીરા ઉદ્યોગમાં વૈશ્વિક મંદીનો માહોલ હોવાથી વેકેશન લાંબુ રહેવાના એંધાણ છે.
સામાન્ય રીતે હીરા ઉદ્યોગમાં ઘણા એકમો ૧પ દિવસ તો ઘણા ર૧ દિવસનું વેકેશન પાડતા હોય છે પરંતુ આ વખતે આ વેકેશન લંબાઈ જવાની સંભાવના છે. આ પાછળ વેશ્વિક મંદી જવાબદાર છે. યુક્રેન-રશિયાના ઘર્ષણ બાદ ઈરાન-ઈઝરાયેલ વચ્ચે છોડાયેલા નવા ઘર્ષણથી વૈશ્વિક સમીકરણો બદલાયા છે અને તેની અસર હીરા-ઝવેરાત ઉદ્યોગ પર દેખાઈ રહી છે.
હીરા ઉદ્યોગમાં નેચરલમાં કામ કરનારા એકમો મોડા શરૂ થઈ શકે છે તો જેઓ પાસે લેબગ્રોન અને સીવીડીમાં કામકાજ છે તે એકમો સમયસર શરૂ થશે. આમ છતાં સરેરાશ પંદર દિવસની રજા લેબગ્રોન એકમો પાળશે તેવું જણાઈ રહ્યું છે. આ બાજુ ઉત્તર ભારતના પરપ્રાંતિયો મોટાભાગે કાપડ ઉદ્યોગમાં કામ કરે છે. આ કામદારો માટે ઉધના રેલવે સ્ટેશનની રોજની વિશેષ ટ્રેન દોડાવવામાં આવી છે.
આ અનરિઝર્વ્ડ ટ્રેનમાં મોટી સખ્યામાં યાત્રીઓ સુરતથી વતન જઈ રહ્યા છે. એક અંદાજ મુજબ ચાલુ સપ્તાહમાં ૮૦ હજારથી વધુ પ્રવાસીઓએ સુરત છોડી દીધું છે. જે ક્રમ હજુ આગામી પાંચેક દિવસ સુધી ચાલશે.