સુરતમાં હીરાનાં ૭ વેપારીઓ રૂ.૩.૧૪ કરોડની છેતરપિંડીનો ભોગ બન્યા

મહેશ કાનાણીએ વિશ્વાસનાં આધારે હીરાની મોટાપાયે ખરીદ-વેચાણ કર્યુ હતું
(એજન્સી)સુરત, સુરતમાં વેપારી મહેશ લાખાણીનું ૩.૧૪ કરોડ રૂપિયામાં ઉઠમણું થતાં ૭ વેપારીઓ એ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહિધરપુરા જદાખાડીમાં દલાલી કર્યા બાદ મહેશ લાખાણીએ પુત્ર અને ભાગીદાર સાથે મળી નેત્રી ડાયમંડ કંપની શરૂ કરી હતી. વેપારીઓ પાસેથી ઉધાર પેટે હીરા ખરીદીને રૂપિયા ૨.૧૪ કરોડની રકમ ન ચુકવતા ઈર્ંઉએ આરોપીની ધરપકડ કરી હતી.
સુરતમાં સિંગણપોરમાં રહેતા મહેશ કાનાણી વેડરોડ પર વણીરાજ જેમ્સનાં નામે હીરાની પેઢી ચલાવે છે. મહિધરપુરા જદાખાડીમાં હીરાની દલાલી કરતા મહેશ ધનજી લાખાણીને ઓળખતા હતા. મહેશ લાખાણી મહેશ કાનાણી પાસેથી ૨૦૨૧થી હીરા લઈ જતા હતા. લાખાણીનાં પુત્ર જૈમીન લાખાણીએ ભાગીદાર તરૂણ જાસોલીયા સાથે મળી નૈત્રી ડાયમંડ નામની પેઢી ખોલી હીરાનો વેપાર શરૂ કર્યો હતો. મહેશ કાનાણીએ વિશ્વાસનાં આધારે હીરાની મોટાપાયે ખરીદ-વેચાણ કર્યુ હતું.
પોલીસ ફરિયાદ મુજબ ૨૩ જાન્યુ-૧૬ ફેબ્રુ. ૨૦૨૫ સુધી ૧.૯૦ કરોડના હીરાનો માલ બે દલાલો હિતેશ બગડિયા અને સાગર ગાબાણી મારફતે આપ્યો હતો. થોડુંક પેમેન્ટ ચુકવાયા બાદ ઉઘરાણી માટે સતત કોલ કરતા હતા. જૈમીન લાખાણી અને ભાગીદાર વચ્ચે ભાગીદારી છુટી કરાયાનું જાણાવી પેમેન્ટ આપવા બાબતે ગોળ ગોળ ફેરવતા હતા.
મહેશ કાનાણીની જેમ અન્ય વેપારીઓ પણ ઠગાઈનો ભોગ બન્યા હોવાનું સામે આવતા સુરત પોલીસ કમિશ્નરને મળ્યાં હતા. સુરત પોલીસે આર્થિક ગુના નિવારણ શાખાને તપાસ સોંપી ૩.૧૪ કરોડની ઠગાઈ કરનારાઓને ઝડપી પાડ્યા છે.