સુરત જિલ્લા પંચાયતે મોકાની ગણાતી લગડી જમીનો વેચવા કાઢી
સુરત, રાજયની સૌથી વધુ આવક ધરાવતી સુરત જિલ્લા પંચાયતે શહેરની વચ્ચે આવેલી તેની માલિકીની જમીન વેચવાનું મન બનાવ્યું છે. શહેરમાં કતારગામ, વેડરોડ, સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલી જમીનો વેચવા કાઢી છે. Surat District Panchayat decided to sell the lands.
સોમવારની સામાન્ય સભામાં આ અંગેનો નિર્ણય લેવાતા રાજય સરકારમાં આગામી દિવસોમાં દરખાસ્ત મોકલવામાં આવશે.
સુરત જિલ્લા પંચાયત ખાતેની કચેરીમાં સોમવારે સામાન્ય સભા મળી હતી જેમાં એજન્ડા ઉપરના કામોને બહાલી આપ્યા બાદ અધ્યક્ષસ્થાનેથી પ્રમુખ ભાવેશ પટેલે એક ઠરાવ કર્યો હતો કે, સુરત શહેરમાં જિલ્લા પંચાયતની માલિકીની ઘણી જમીનો આવી છે.
આ જમીન સરકારના ધારા ધોરણ મુજબ વેચીને જે પણ આવક આવશે તેમાંથી નવ તાલુકામાં જમીન લેવાશે. તદુપરાંત જે અન્ય કોઈ જરૂરિયાત હશે જેમ કે કર્મચારીના રહેઠાણ, આરોગ્ય કે કોઈપણ હેતુ માટે ઉપયોગમાં લેવાશે. આ તમામ જમીનો જે પાલિકા પણ વેચાણથી માંગશે તો આપીશું, ધાર્મિક, આરોગ્ય સંસ્થા, શૈક્ષણિક સંસ્થાને પ્રાથમિકતા આપવામાં આવશે.
આ જમીનો કતારગામ, વેડરોડ અને સ્ટેશન રોડ સહિત અન્ય જગ્યાએ આવી છે. આજની સભામાં રાજય સરકારમાં દરખાસ્ત મોકલવા માટે ઠરાવ થતા સર્વાનુમતે બહાલી આપતા આગામી દિવસોમાં સરકારમાં મોકલવાની દરખાસ્ત કરવામાં આવશે.