મુંબઈથી સુરતમાં ડ્રગ્સ ઘુસાડનારને સારોલી પોલીસે ઝડપી પાડ્યા
(એજન્સી)સુરત, સુરત શહેરમાં ડ્રગ્સ રેકેટને નાબૂદ કરવા સુરત શહેર પોલીસ ખૂબ જ અંગત રસ લઈ સક્રિય થઈ છે. ત્યારે શહેરમાં ડ્રગ્સ ઘુસાડવા માટે ડ્રગ્સના કારોબારી અવનવા કીમિયાઓ પણ અજમાવી રહ્યા છે. તેમ છતાં તેઓના આ કીમિયા પોલીસ નાકામયાબ કરી રહી છે.
સારોલી પોલીસે ૭૯ લાખથી વધુના ડ્રગ્સ સાથે શહેરમાં ઘૂસનાર યુવકને બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. પોલીસની નજરથી બચવા મુંબઈથી ડ્રગ્સ લાવનાર યુવક નિયોલ ચેકપોસ્ટ થી ચાલતો આવતો હતો તેમ છતાં પોલીસે તેને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.સાથે ડ્રગ્સ જેને આપવાનો હતો તેને પણ ડીટેઇન કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.
સુરત શહેરમાં જે રીતે ડ્રગ્સનું નેટવર્ક વધી રહ્યું હતું. તેને કાબુમાં લાવવા અને નેટવર્ક જળમુળથી નાબૂદ કરવા જે રીતે પોલીસ સતત પ્રયત્ન કરી રહી છે.તેને લઈ ડ્રગ્સ કારોબારીઓમાં ખળભળાટ જાેવા મળી રહ્યો છે.આ બધાની વચ્ચે પણ ડ્રગ્સ કારોબારીઓ શહેરમાં ડ્રગ્સ ઘુસાડવા માટે અવનવા કિમીઓ અજમાવી રહ્યું છે.
પરંતુ પોલીસની ચાપતી નજર આવા ડ્રગ કારોબારી પર સતત રહેતા તેઓના કીમિયાઓ નાકામયાબ કરી રહ્યું છે.વધુ એક મોટી સફળતા સુરત પોલીસને ડ્રગ્સ પકડવામાં મળી છે.પોલીસથી બચવા આ વખતે ડ્રગ્સ માફીયા દ્વારા અજીબ રીતે શહેરમાં ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ કર્યો હતો.
શહેરમાં સારોલી ચેકપોસ્ટ વટાવીને ડ્રગ્સના કારોબારીએ મેફેદ્રોન ડ્રગ ઘુસાડવાનો પ્રયાસ કર્યો હતો.પોલીસથી બચવા આ યુવકે ચેકપોસ્ટ પહેલા ટ્રાવેલ માંથી ઉતરી ગયો હતો. અને ત્યારબાદ બેગમાં ડ્રગ રાખી ચાલતો ચાલતો શહેરમાં ઘૂસી રહ્યો હતો.
જેને લઇ પોલીસને કોઈપણ પ્રકારની શંકા ન જાય અને તે આસાની શહેરમાં પ્રવેશ કરી શકે પરંતુ પોલીસે બાતમીના આધારે તેની ઝડપી પાડ્યો હતો.સુરતની સારોલી પોલીસ દ્વારા બાતમીને આધારે સુરતના કડોદરા હાઇવે પરના નિયોલ પોલીસ ચેકપોસ્ટ પાસેના ત્રણ રસ્તા પાસેથી શહેરમાં એમ ડી ડ્રગ્સ ઘુસાડનાર મોહમ્મદ અહેમદ ઉર્ફે મોનુ ઇદ્રીશને ડ્રગ્સના મોટા જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. આરોપી મોહમ્મદ અહેમદ ઈંદ્રિસ કાળા કલરની ટ્રાવેલિંગ બેગ લઈને જઈ રહ્યો હતો.