સુરતમાં ઇલેક્ટ્રિક સ્કુટરની બેટરીમાં થયો મોટો વિસ્ફોટ
અચાનક બેટરીમાં વિસ્ફોટ થયોઃ ત્રણને સામાન્ય ઇજા
સુરત, શહેરનાં સચિન વિસ્તારમાં ઇલેક્ટ્રિક મોપેડની બેટરી બ્લાસ્ટ થતા ભાગદોડ મચી ગઇ છે. ઇલેક્ટ્રિક મોપેડ ચાલુ ન થતા બેટરી કાઢીને દુકાનમાં મૂકી દીધી હતી. દુકાનમાં મૂક્યા બાદ અચાનક બેટરીમાં વિસ્ફોટ થયો હતો. જેના કારણે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
આ સાથે ત્રણ લોકોને સામાન્ય ઇજા પહોંચી છે. આ ઉપરાંત કિરાણા સ્ટોરમાં બ્લાસ્ટ થતાની દુકાનની મોટાભાગની વસ્તુઓ બળીને ખાખ થઇ ગઇ છે. બ્લાસ્ટનો અવાજ એટલો પ્રચંડ હતો કે, આસપાસના લોકો પણ ધ્રુજી ઉઠ્યા હતા.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, ઇલેક્ટ્રિક મોપેડ ચાલુ થતું ન હતુ. જેથી તેની બેટરી કાઢીને દુકાનમાં મુકી દીધી હતી. દુકાનમાં મુકેલી આ બેટરીમાં બ્લાસ્ટ થતા ભાગદોડ મચી. એકબાદ એક ધડાકા થતા સ્થાનિકનોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો.
ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડાવામાં આવ્યો છે. બ્લાસ્ટના સમાચાર વાયુવેગે પ્રસરતા આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી હતી.
બે દિવસ પહેલા જ મથુરામાં મોબાઇલની બેટરીમાં બ્લાસ્ટ થતા એક કિશોરનું મોત નીપજ્યુ છે. એક ૧૩ વર્ષનો છોકરો મોબાઈલ ચાર્જિંગમાં લગાવી ગેમ રમી રહ્યો હતો અને બ્લાસ્ટ થયો. સગીરને માથામાં અને હાથમાં ગંભીર ઈજાઓ થઈ અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો.