Western Times News

Gujarati News

કસ્ટમ ઓફિસરની ઓળખ આપી છેતરપિંડી આચરનારો ઝડપાયો

(એજન્સી)સુરત, સુરત શહેર વિસ્તારમાં નકલી કસ્ટમ અધિકારીઓ સ્વાંગ રચી, લોકોને ડરાવી ધમકાવી, તથા સરકારી કામો કરી આપવાના બહાને પૈસા પડાવતા ઈસમને પકડી પાડી અઠવાલાઇન્સ પોલીસ ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો છે

ઝડપાયેલા આરોપી પાસેથી પોલીસે નકલી આઈકાર્ડ, યુનિફોર્મ અને આર્મીના સરકારી વાહનોમાં ઉપયોગમા થતી નંબર પ્લેટ બનાવડાવી પોતાની માલિકીની અર્ટીગા ગાડીમાં લગાડી

જે નંબર પ્લેટની ઉપર આગળના ભાગે લાલ કલરની ક્રાઈમ સર્વેલન્સ એન્ડ ઈન્ટેલિજન્સ કાઉÂન્સલ વાળી પ્લેટ લગાવી ફરતો હતો તે ગાડી પણ કબજે લેવામાં આવી છેસુરત શહેર વિસ્તારમાં નકલી કસ્ટમર અધિક લોકોને ડરાવી ધમકાવી તથા સરકારી કામો કરી આપવાના બહાને પૈસા પડાવતો હોવાનો એક ફરિયાદ અઠવાલાઈઝ પોલીસ મથકમાં નોંધાવા પામી હતી

આ ફરિયાદના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચે આજરોજ બોમ્બે માર્કેટ, વરાછા ખાતે જાહેરમા રોડ પરથી આરોપી નામે હિમાંશુ કુમાર રમેશભાઈ રાય ઉ.વ. ૨૫ ધંધો- બેકાર રહે, ઘર નં.૭૪, વિભાગ-૦૨, રાધે રેસીડેન્સી, મુલાડ ગામ તા.ઓલપાડ જી. સુરત મૂળ વતન- ઈનાઈ થાના-રીવીલ ગંજ તા. રીવીલ ગંજ જી.છપરા (બિહાર) નાઓને પકડી પાડી તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા, પોતાને નાનપણથી આર્મી ઓફિસર બનવાનુ સપનુ હોય અને લોકોમાં રોફ જમાવવા માટે ગોવા તથા દિલ્હી ખાતેથી અલગ અલગ જગ્યાએથી સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેકટ ટેકસ એન્ડ કસ્ટમનું બોગસ સર્ટી બનાવી, સિનિયર ઇન્સ્પેક્ટર તરીકેનુ નકલી આઈકાર્ડ, યુનીફોર્મ અને

આર્મીના સરકારી વાહનોમાં ઉપયોગમાં થતી નંબર પ્લેટ બનાવડાવી પોતાની માલિકીની અર્ટીગા ગાડીમાં લગાડી જે નંબર પ્લેટની ઉપર આગળના ભાગે લાલ કલરની ક્રાઈમ સર્વેલન્સ એન્ડ ઈન્ટેલિજન્સ કાઉÂન્સલ વાળી પ્લેટ લગાવી છેલ્લા નવ મહિનાથી સુરતમાં કીમ ખાતે રહી સુરત શહેર વિસ્તારમાં પોતાની પાસે રહેલી એર ગન તથા બોગસ વસ્તુનો ઉપયોગ કરી લોકોને પોતે સેલ્સ ટેક્ષના સીનયર ઈન્સ્પેકટરની ખોટી ઓળખ આપી ડરાવી ધમકાવી

તથા સરકારી કામો કરાવી આપવાના બહાને અલગ-અલગ લોકો સાથે છેતરપિંડી કરેલ છે. પકડાયેલા આરોપીએ આચરેલા ગુના(૧) માર્ચ-૨૦૨૩ દરમિયાન સુરત કામરેજ ખાતે રહેતા કાર્તિક રાવલને સિનિયર ઇન્સ્પેક્ટર તરીકેની ખોટી ઓળખ આપી દિલ્હીમાં એરપોર્ટમાં સારી નોકરી આપવાના બહાને તેની પાસેથી રૂપિયા ૧,૧૫,૦૦૦/- પડાવી લીધેલા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.