સુરતમાં દીકરાએ જ માતા-પિતા, પત્ની અને બાળકને છરીના ઘા માર્યા
પત્ની અને બાળકનું મોત
સ્મિત જીયાણી નામના યુવકે પોતાના જ પરિવાર પર હુમલો કર્યાે છે, જ્યારે માતા-પિતા અને હુમલો કરનાર સ્મિત હાલ સારવાર હેઠળ છે
સુરત,સુરતના સરથાણામાં સૂર્યા ટાવર સોસાયટીમાં દીકરાએ માતા-પિતા, પત્ની અને બાળકને છરીના ઘા મારતા એરેરાટી વ્યાપી ગઈ છે. બાદમાં પોતે પણ ગળાના ભાગે છરી મારી દીધી હતી. આ ઘટનામાં છરી મારમારની પત્ની અને તેના બાળકનું મોત થયું છે. જ્યારે અન્ય લોકો સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.સ્મિત જીયાણી નામના યુવકે પોતાના જ પરિવાર પર હુમલો કર્યાે છે. જ્યારે માતા-પિતા અને હુમલો કરનાર સ્મિત હાલ સારવાર હેઠળ છે. સરથાણા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પરિવારમાં અંદરો અંદરના મન દુઃખના કારણે બબાલ ચાલતી હતી. જેને લઈ સ્મિતે ઘટનાને અંજામ આપ્યો હોવાની ચર્ચા હાલ ચાલી રહી છે. પરિવાર મુળ અમરેલીના સાવરકુંડલાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.ss1