સુરતથી ગાંજો વેચવા પાનોલી આવતાં ભાભી અને દિયર ઝડપાયા

પોલીસે રૂ.૫૪ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો ઃ ૧.૯૮૨ કિલો ગાંજો છુટક વેચાણ માટે લાવ્યાં હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી
(પ્રતિનિધિ) ભરૂચ, પાનોલી જીઆઈડીસીમાં ગાંજાના જથ્થા સાથે દિયર – ભાભીને પાનોલી પોલીસે ઝડપી પાડયા હતા.જેઓ પાસેથી ૧.૯૮૨ કિલો ગાંજો છુટક વેચાણ માટે સુરતથી લાવ્યા હોવાનું જણાવતા પોલીસ ૫૪ હજારનો મુદ્દમાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
રાજયભરમાં પોલીસે અસામાજીક તત્ત્વો સામે કડક હાથે કાર્યવાહી કરી રહી છે.બાકરોલ બ્રિજથી મહારાજા નગર સંજાલી તરફ એક ઈસમ અને મહિલા બાઈક પર ગાંજો લઈ આવનાર છે.જે માહિતી આધારે પાનોલી પોલીસ મથકના પીઆઈ શિલ્પા દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસે વોચ ગોઠવી હતી.બાતમી મુજબની બાઈક આવતાં તેને અટકાવવામાં આવી હતી.
બાઈક સવાર મૂળ યુપીના અને સુરત ખાતે રહેતા સોનુ જયપ્રકાશ મદેસીયાઅને તેની સંજાલી શુભમ પાર્ક રહેતા ખાતે ભાભી રેખા દેવી મહેન્દ્ર મડેસીયાની તલાસી લેતા તેમની પાસે થી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે એફ.એસ.એલ પાસે તપાસ કરાવતાં બંને પાસેથી મળેલો પદાર્થ ગાંજો હોવાનું ફલિત થયું હતું.
પોલીસે કુલ ૧.૯૮૦ કિગ્રા ગાંજો,૩ મોબાઈલ અને બાઈક મળી કુલ ૫૪ હજા રૂપિયાનો મુદ્દામાલજપ્ત કરી બને વિરુદ્ધ એન.ડી.એસ.એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ એસ.ઓ.જી પોલીસને સુપરત કરી હતી.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં છૂટક વેચાણ કરવાના ઇરાદે લાવ્યો હોવાની કબુલાત કરી હતી.