સુરત ખાતે ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની રાજ્યકક્ષાની ઉજવણી કરાઈ

સુરત ખાતે ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની રાજ્યકક્ષાની ઉજવણીમાં જોડાઈને સૌની સાથે યોગાભ્યાસ કર્યો. આ કાર્યક્રમમાં વિક્રમી સંખ્યામાં લોકોએ જોડાઈને અવસરને ઊર્જામય બનાવી દીધો.
આ પ્રસંગે, શ્રેષ્ઠ કામગીરી કરનાર યોગ તાલીમકર્મીઓનું પુરસ્કાર આપીને સન્માન કર્યું તેમજ યોગના વિવિધ પાસાઓ આવરી લેતી કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું.