સુરત દેશમાં સૌથી વધુ અંગદાન કરનાર શહેર
કોવિડ દરમ્યાન ભારતનું પ્રથમ મૃત અંગદાન ગુજરાતમાંથી થયું હતું -વિશ્વમાં દર વર્ષે ૯,૦૦૦ હાર્ટ અને ૭,૦૦૦ ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટેશન થાય છે
(એજન્સી) ભારતનો થોરાસિક ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ છેલ્લા દસ વર્ષ દરમિયાન વિકસ્યો છે અને હાલ તે દક્ષિણ એશિયામાં નંબર વન પ્રોગ્રામ છે. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનું વૈશ્વિક કવરેજ લગભગ ૧.૦૬ પીેએમપી (ર૦૧૬-ર૦૧૮) છે. દર વર્ષે લગભગ ૮,૦૦૦થી ૯.૦૦૦ હદય પ્રત્યારોપણ વિશ્વભરમાં કરવામાં આવે છે. Surat is the highest organ donor city in the country
અને લગભગ પ૦ટકા અમેરિકા દ્વારા કરવામાં આવે છે. દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ એશિયા વૈશ્વિક હદય પ્રત્યારોપણના પ ટકા કરતાં ઓછા પ્રત્યારોપણ કરે છે અને તેમાંથી ઈન્ડિયા ૯૦ટકા થી વધુ સર્જરી કરે છે.
આ વૃદ્ધિ મોટાભાગે ખાનગી ક્ષેત્રને હોસ્પિટલો સુધી સીમિત રહી છે, પરંતુ તમામ લોજિસ્ટિકલ અને નાણાકીય પડકારો હોવા છતાં પ્રગતિ ખરેખર નોંધપાત્ર રહી છે. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન એ આધુનિક મેડિકલ સાયન્સમાં એડવાન્સ્ડ હાર્ટ ફેલ્યોર માટે સારવારની એક ઉત્તમ રીત છે.
છેલ્લા દસ વર્ષમાં વિશ્વભરમાં કરવામાં આવેલા હદય પ્રત્યારોપણની સંખ્યામાં ૩૦૦ટકાથી વધુ વધારો થયો છે, અને યુએસમાં ૪૦૦ટકાથી વધુ વધારો થયો છે. પશ્ચિમી દેશોમાં ખાસ કરીને ઉત્તર અમેરિકામાં ૧૯૮૦ના દાયકા પછી હ્ય્દય પ્રત્યારોપણની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી છે, જે વાર્ષિક લગભગ ૩૦૦૦થી ૪૦૦૦ હ્ય્દય પ્રત્યારોપણ સુધી પહોંચી ગઈ હતી. અંગદાનની સંખ્યા વધવાના કારણે હ્ય્દય પ્રત્યારોપણ ઉચ્ચ સ્તરે પહોંચી શક્યું છે.
ભારતમાં, સૌ પ્રથમ સફળ હ્ય્દય પ્રત્યારોપણ ૧૯૯૪માં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટયુટ ઓફ મેડિકલ સાયન્સ, દિલ્હીમાં કરવામાં આવ્યું હતું. જાેકે ર૦૧૦ સુધી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની સંખ્યામાં વધારો જાેવા મળ્યો ન હતો. હકીકતમાં, જાન્યુઆરી ર૦ર૦માં ભારતે કુલ ૧૦૦૦ હ્ય્દય પ્રત્યારોપણ કરવાનું સીમાચિહ્ય હાંસલ કર્યું હતું.
ભારત સરકાર દ્વારા પસાર કરાયેલ માનવ અંગોના પ્રત્યારોપણ કાયદાના લગભગ રપ વર્ષ પછી આ વાત તદ્દન સ્પષ્ટ છે કે પ્રત્યારોપણ માટે જરૂરી અંગોની સંખ્યાની સરખામણીમાં ભારતમાં મૃત અંગોનું દાન ખુબ જ ઓછું છે. ર૦૧૦ પછી જ, અંગદાન ધીમે ધીમે ખાસ કરીને દક્ષિણ ભારતમાં વધ્યું અને સાથે જ દક્ષિણના રાજયોમાં હ્ય્દય પ્રત્યારોપણની પ્રક્રિયા શરૂ થઈ.
પશ્ચિમ ભારતમાં હદય પ્રત્યારોપણ સંખ્યા નહીવત છે. જાેકે ગુજરાતમાં મુખ્યશહેરોમાં સંખ્યા સતત વધી રહી છે.
ઈન્સ્ટિટયૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર અને બિન-સરકારી સંસ્થાઓ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓના સમર્થનથી આ ઉંચાઈ સુધી પહોંચવામાં મદદ મળી છે એવું બન્યું કે તાજેતરમાં વર્ષોમાં સુરત શહેર દેશમાં સૌથી વધુ અંગદાન કરવાવાળું શહેર બન્યું.
આશ્ચર્યની વાત એ છે કે શહેરમાં એક પણ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર નહોતું. હ્ય્દય પ્રત્યારોપણની સંખ્યા કોઈ ચોકકસ રાજય અથવા દેશના મૃત અંગદાનની સ્થિતિના આદર્શ સૂચક પર હોઈ શકે છે. ર૦૧૦ની શરૂઆતમાં તામિલનાડુ, કેરળ અને આંધ્રપ્રદેશમાં અને પછી ગુજરાત અને મહારાષ્ટ્રમાં જાેવા મળેલા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટના આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે તે દેશમાં મૃત અંગોનું દાન વધારવા માટે ઉપ્રેરક તરીકે કામ કરી શકે છે.
ર૦૧૬માં અમદાવાદની મેરિંગો સિમ્સ હોસ્પિટલને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન લાયસન્સ મળ્યું અને ગુજરાતનું પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન ૧૯ ડિસેમ્બર ર૦૧૬ના રોજ કરવામાં આવ્યું હતું. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નિઃશંકપણે સૌથી ગૌરવપૂર્ણ ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયા છે.
રાજયમાં અંગદાન વિશેની જાગૃતિ ક્રમશઃ વધતી જાય છે. ર૦૧૭ અને ર૦ર૧ની વચ્ચે, ગુજરાતમાં મૃત અંગોના દાનમાં લગભગ ર૦ટકાનો વધારો થયો છે. મેરિંગો સિમ્સ હોસ્પિટલ હજુ પણ ગુજરાતમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરતી એકમાત્ર હોસ્પિટલ હતી અને જે વળાંકને પગલે સંખ્યા સતત વધી રહી હતી. ર૦ર૦માં કોવિડ આવ્યો તો પણ અંગદાનની ભાવના ઢીલી ન પડી.
લોકડાઉન વચ્ચે પણ ગુજરાતમાં હ્ય્દય, લીવર અને કિડનીના અંગદાન થયાં. ર૦ર૦માં ગુજરાતમાં ૩૬ અંગદાતાએ અંગદાન કર્યાં. ર૦ર૧માં આ આંકડો બમણો થઈને ૭૦ પર પહોંચ્યો. લેટેસ્ટ ઉપલબ્ધ આંકડો રર૩ છે. સિવિલ હોસ્પિટલ અમદાવાદે બે વર્ષના ગાળામાં ૭૭ લિવર, ૧પર કિડની, ર૩ હ્ય્દય અને ૧૮ ફેફસાનું દાન કર્યું છે.
કોવિડના ગંભીર બીજા વેવમાં પણ મેરિગો સિમ્સ હોસ્પિટલ, અમદાવાદે ર૦ર૧માં ૧૪ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કર્યા હતા. જેમાંથી ૯ વર્ષના છેલ્લા બે મહિનામાં કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં ઓર્ગન ડોનેશનનું ડ્રીમ રન ર૦રરમાં ચાલુ રહ્યું, જેમાં આઠ મહિનાના સમયગાળામાં ૧૦૦ મૃત અંગોના દાનનો જાદુઈ આંકડો પહોંચ્યો અને ગુજરાત દેશમાં સૌથી વધુ મૃત અંગોનું દાન ધરાવતા રાજયોમાંનું એક જાહેર થયું.