સુરતના કતારગામમાં છેલ્લા 1 મહિનામાં 196 મિલકતો સીલ કરાઈ
કતારગામ ઝોનના આકારણી અને વસુલાત વિભાગ દ્વારા ચાલુ નાણાકિય વર્ષ દરમ્યાન જાન્યુઆરી માહે રૂપિયા ૧૦ કરોડ ૯ લાખ રૂપિયા અને કુલ ૧૩૩ કરોડની વસુલાત કરાઈ
નોર્થઝોનના ડે. કમિશ્નરશ્રી ડી. કે. પંડ્યા સાહેબ (GAS) ની સુચના અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા કતારગામ (નોર્થઝોન) ના આકારણી અને વસુલાત વિભાગ દ્વારા ઝોનના વિવિધ વિસ્તારમાં સઘન ઝુંબેશ તા. ૦૧/૦૧/૨૦૨૩ થી ૩૧/૦૧/૨૦૨૩ સુધીમાં હાથ ધરી વેરા ભરપાઈ નહિ કરનારા કરદાતાઓની આશરે ૧૯૬ મિલકતોને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ
જે અંતર્ગત સ્થળ આશરે ૮૦ લાખ રૂપિયા એડવાન્સ ચેકની વસુલાત કરવામાં આવી છે. તેમજ જાન્યુઆરી ૨૦૨૩ નાં માસ દરમ્યાન કુલ ૧૦ કરોડ ૯ લાખની વસુલાત કરવામાં આવી છે. આજદિન સુધીમાં કુલ ૧૩૩ કરોડ (૬૪%) જેટલી વસુલાત કરવામાં આવેલ છે.
હવે પછી (નોર્થ ઝોન) કતારગામનાં આકારણી અને વસુલાત વિભાગ દ્વારા સતત વસુલાત ઝુંબેશ કરી કડક કાર્યવાહી ભાગરૂપે મિલકત સીલ કરવી તેમજ નળ જોડાણ કાપવા જેવી કડક કાર્યવાહી ચાલુ કરેલ છે. જેથી મિલકતના વેરાના બાકી કરદાતાઓને તેઓના બાકી મિલકત વેરાની તાકીદે ભરપાઈ કરવા જણાવવામાં આવે છે.